હેલમેટ ફરજિયાત : ગુજરાતના સીએમ રૂપાણી અને મંત્રી ફળદુ મૌની બાબા બન્યા

0
37

રાજ્યના મહાનગરોમાં હેલ્મેટ મરજિયાત મામલે રાજ્યના સીએમ રૂપાણીએ નિવેદન આપવાનું ટાળ્યું છે. તેમણે ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, આ મામલે કંઈપણ કહેવું યોગ્ય નથી. કેમ કે, સમગ્ર મામલો હાલ કોર્ટમાં છે. આ મામલે વકીલ કોર્ટમાં જવાબ આપશે. સીએમ રૂપાણીએ આ પ્રકારનું નિવેદન એવા સમયે આપ્યું જ્યારે હાઈકોર્ટમાં થયેલી સુનાવણીમાં સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો કે હેલમેટ પહેરવાનું મરજીયાત કરાયું નથી. હાઈકોર્ટે આગામી મુદતે સરકરે હેલમેટ મુદ્દે ક્લિયર સ્પષ્તા કરવા આદેશ કર્યો છે. હેલ્મેટ ફરજીયાત કરવા ગુજરાત હાઈકોર્ટેમાં થયેલી અરજી મામલે હાઇકોર્ટે સરકારને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. ત્યારે આગામી સમયમાં સરકાર હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરશે અને આ મામલે ટ્રાન્સપોર્ટ સચિવ હાઈકોર્ટમાં જવાબ રજૂ કરશે.

રાજ્યમાં હેલ્મેટ ફરજીયાત મામલે કેબિનેટ મંત્રી આર સી ફળદુએ પણ મૌન સેવ્યું છે. તેઓએ આ મામલે કોઈ પણ કોમેન્ટ કરવાની સ્પષ્ટ ના કહી દીધી છે. આર સી ફળદુએ જણાવ્યું કે હેલ્મેટનો મુદ્દો હાલ હાઇકોર્ટમાં છે તેથી જે નિર્ણય હાઇકોર્ટ લેશે તે પ્રમાણે રાજ્ય સરકાર આગળ વધશે. બાકી જ્યાં સુધી આ મુદ્દો કોર્ટમાં છે ત્યાં સુધી હું વધારાની કોઈ કોમેન્ટ નહીં કરી શકું.

કેન્દ્ર સરકારે બનાવેલા કાયદામાં સેક્શન 129 મુજબ હેલ્મેટ ફરજિયાત

સેન્ટ્રલ મોટર વિહીકલ એક્ટ 2019ના વિરુદ્ધમાં ગુજરાત સરકાર દ્વારા જનતાને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે બનાવેલા કાયદામાં સેક્શન 129 મુજબ હેલ્મેટ ફરજિયાત છે પરંતુ રાજ્ય સરકારે કાયદાને હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને લોકો સુધી એક પ્રેસ નોટ દ્વારા પહોંચાડાયો હતો. ગુજરાત સરકાર દ્વારા હેલ્મેટ મરજીયાત કર્યા બાદ સુપ્રીમ કોર્ટના રોડ સેફ્ટી કમિટી દ્વારા પત્ર પાઠવીને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પાસેથી સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટના અમલીકરણનો રિપોર્ટ પણ માંગવામાં આવેલો હતો. જેમાં રાજ્ય સરકારને કાયદો બદલવાની કોઈ સત્તા નથી એનો સ્પષ્ટપણે ઉલ્લેખ પણ છે.

ગુજરાતમાં હેલમેટનો કેવો છે કાયદો ?

ગુજરાતમાં ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજીયાત છે. ખાસ કરીને વાહન ચલાવનાર સાથે પાછળ ટુ વ્હીલર પર જો કોઈ પુરૂષ હોય તો તેણે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત હતું. જો કે વિભાગ દ્વારા મહિલાઓ અને 12 વર્ષથી નાના બાળકોને આ જોગવાઈમાં છૂટછાટ આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા વાહન વ્યવહારના નીતિ નિયમોમાં ફેરફાર કરવાના આદેશ બાદ મોડે મોડે ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા નવું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. નવા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત મોટર વાહન નિયમો 1989ના નિયમ 193માં ગુજરાત રાજ્યમાં હેલ્મેટ પહેરવા અંગે જરૂરી જોગવાઈઓ કરવામાં આવી છે. જો કે આ નિયમમાં બીજા પ્રોવાઈઝોમાં પાછળ બેસનાર સ્ત્રી, 12 વર્ષથી નીચેની ઉંમરના બાળકો તથા 50 સીસીથી ઓછું એન્જિન ક્ષમતા ધરાવતા દ્વિ-ચક્રીય વાહનોના ચાલકોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here