મદદ : રાંચી શહેરમાં છોકરીઓનું ગ્રુપ જરૂરિયાતમંદ લોકોને મફતમાં ભોજન આપે છે

0
2

ઝારખંડનાં રાંચી શહેરમાં 20થી 25 વર્ષની છોકરીઓનું ગ્રુપ લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદ લોકોને મફતમાં ભોજન આપવાનું કામ કરી રહ્યું છે. આ ટીમની લીડર પ્રેરણા કુમારીએ જણાવ્યું કે, અમે ટીમની છોકરીઓ સાથે મળીને રોજ 200 ગરીબોનું પેટ ભરીએ છીએ. 23 વર્ષની પ્રેરણા એક મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરે છે. પ્રેરણા ઘણા સમયથી સમાજ માટે કંઇક કરવા માગતી હતી, પરંતુ તેને ખબર નહોતી પડતી કે કામની શરુઆત કેવી રીતે કરે. જરૂરિયાતમંદને મદદ કરવાનું વિચાર્યું ત્યારે તેના મિત્રોએ સાથ ના આપ્યો પણ પરિવારે આપ્યો.

થોડા દિવસો થતા પ્રેરણાનાં મિત્રો સામેથી આવ્યા. આજે આશરે 40 લોકો સાથે મળીને ગરીબોની મદદ કરી રહ્યા છે. આમાંથી ઘણા લોકો વિદ્યાર્થી પણ છે, તેઓ અભ્યાસની સાથે આ મદદ કરી રહ્યા છે. પ્રેરણા જે લોકોની નોકરી જતી રહી છે તેમને કરિયાણું પણ આપે છે. ટીમની મેમ્બર 20 વર્ષીય માનસીએ કહ્યું, વધારે લોકો સુધી પહોંચવા માટે અમે પોસ્ટર પણ છપાવડાવ્યા છે. આ પોસ્ટર જોઇને કોઈને વસ્તુ કે પછી ભોજનની જરૂર હોય તો અમારો સંપર્ક કરી શકે છે.

પ્રેરણાની અન્ય ટીમ મેમ્બર અભિલાષા બેંગલુરૂમાં જોબ કરે છે. હાલ તે રાંચીમાં વર્ક ફ્રોમ હોમમાં કામ કરે છે. તેણે કહ્યું, મને આ કામ કરીને ઘણી ખુશી થાય છે. જો હું કોઈ જરૂરિયાતમંદની મદદે આવીશ તો મારું જીવન સફળ બની જશે. મેં આ કામની શરુઆત કરી ત્યારે મારા પરિવારને ચિંતા થતી હતી પણ હવે તેમને આદત પડી ગઈ છે. તેઓ મારા કામથી ખુશ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here