મદદ : 85 વર્ષના કોરોના પીડિત વૃદ્ધે યુવાન માટે બેડ ખાલી કર્યો

0
6

કોરોનાની બીજી લહેરમાં જ્યાં લોકોને બેડ, ઓક્સિજન અને જરૂરી દવાઓ મળતાં નથી, એવામાં 85 વર્ષનાં એક વૃદ્ધે જીવ જતાં પહેલાં મદદ માટે હાથ લંબાવ્યો છે. મહારાષ્ટ્રના નાગપુરના નારાયણ ભાઉરાઉ દાભાડકર(85) હોસ્પિટલમાં દાખલ હતા. આ દરમિયાન એક મહિલા તેના 40 વર્ષના પતિને લઈને હોસ્પિટલમાં પહોંચી, જોકે હોસ્પિટલે દાખલ કરવાથી ઈન્કાર કર્યો, કારણ કે બેડ ખાલી ન હતો. મહિલા ડોક્ટરને વિનંતી કરવા લાગી.

આ વાતને સાંભળીને દાભાડકરે પોતાનું બેડ એ મહિલાના પતિને આપવા માટે હોસ્પિટલ પ્રશાસનને રજૂઆત કરી. તેમણે કહ્યું, મેં મારી જિંદગી જીવી લીધી છે. મારી ઉંમર હવે 85 વર્ષની છે. આ મહિલાનો પતિ યુવા છે. તેની પર પરિવારની જવાબદારી છે. આ કારણે હવે તેને મારું બેડ આપી દો.

હોસ્પિટલમાંથી પરત ફર્યાના 3 દિવસ પછી નિધન થઈ ગયું
દભાડકરની વિનંતીને માનતાં હોસ્પિટલ પ્રશાસને તેમની પાસે એક કાગળ પર લખાવ્યું કે હું મારું બેડ બીજા દર્દી માટે મારી મરજીથી ખાલી કરી રહ્યો છું. એ પછી દાભાડકર ઘરે પરત ફર્યા. જોકે તેમની તબિયત બગડતી ગઈ અને તેમનું 3 દિવસ બાદ નિધન થઈ ગયું.

દાભાડકરને થોડા દિવસો પહેલાં કોરોના થયો હતો. તેમનું ઓક્સિજન લેવલ 60 સુધી ઘટી ગયું હતું. તેમના જમાઈ અને પુત્ર તેમને ઈન્દિરા ગાંધી હોસ્પિટલમાં લઈ ગયા. તેમને ખૂબ જ મુશ્કેલી પછી બેડ મળ્યું. જોકે દાભાડકર હોસ્પિટલમાંથી ઘરે એટલે આવી ગયા કે એક યુવાને બેડ મળી શકે.

બાળકોમાં ચોકલેટ ચાચાના નામથી જાણીતા હતા દાભાડકર
તેમના સંબંધી શિવાની દાણી-બખરે જણાવ્યું હતું કે દાભાડકર બાળકોમાં ચોકલેટ વહેંચતા હતા. એ ચોકલેટની મીઠાશ તેમના જીવનમાં હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here