Tuesday, September 21, 2021
Homeકોરોનાટાઈમમાં હેલ્પ : રિયા ચક્રવર્તીએ સોશિયલ મીડિયા પર ડાયરેક્ટ મેસેજનો ઓપ્શન ખોલ્યો
Array

કોરોનાટાઈમમાં હેલ્પ : રિયા ચક્રવર્તીએ સોશિયલ મીડિયા પર ડાયરેક્ટ મેસેજનો ઓપ્શન ખોલ્યો

સુશાંત સિંહ રાજપૂત અપમૃત્યુ કેસ પછી ચર્ચામાં આવેલી રિયા ચક્રવર્તી ઘણા સમય સુધી સોશિયલ મીડિયાથી દૂર હતી. હવે એક્ટ્રેસ ધીમે-ધીમે નોર્મલ લાઈફ તરફ વળી રહી છે. હાલમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર ડાયરેક્ટ મેસેજનો ઓપ્શન ઓપન કર્યો છે. રિયાએ કહ્યું, મદદ, મદદ હોય છે. નાની હોય કે મોટી.

રિયાએ શું લખ્યું?
એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, મુશ્કેલ સમયમાં એક બનીને રહો. મદદ કરો. મદદ નાની હોય કે મોટી, તે મદદ જ કહેવાય છે. મને ડાયરેક્ટ મેસેજ કરો. મારાથી શક્ય એટલી મદદ કરવા પ્રયત્નો કરીશ. પોતાનું ધ્યાન રાખો અને દયાળુ રહો.

રિયાની સ્ટોરી
રિયાની સ્ટોરી

રિયાએ સુશાંતના ફેન્સની ધમકી પછી સોશિયલ મીડિયા પર ડાયરેક્ટ મેસેજ અને કમેન્ટ ઓપ્શન ઓફ રાખ્યો હતો.

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી ગયા અઠવાડિયે મુંબઈ એરપોર્ટ પર દેખાઈ હતી. આ દરમિયાન રિયાએ ગ્રીન કલરનો કુર્તો અને પ્લાઝો પહેર્યો હતો. કોરોનાથી બચવા માટે માસ્ક અને ફેસશીલ્ડ પહેર્યું હતું. રિયા મુંબઈની બહાર ક્યાં ગઈ એ વિશે કોઈ જાણકારી મળી નથી, પરંતુ સુશાંતના ફેન્સનો રિયા પર ગુસ્સો હજુ શાંત થયો નથી.

મુંબઈ એરપોર્ટ પર રિયા ચક્રવર્તી
મુંબઈ એરપોર્ટ પર રિયા ચક્રવર્તી

એરપોર્ટ પર તેના ફોટો અને વીડિયો જોઇને સુશાંતના ચાહકોએ તેને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું હતું. એક યુઝરે લખ્યું, વેકેશન પર? હવે તો મેડમ પાસે પૈસા જ પૈસા છે, હવે કોનો જીવ લેવાનો છે? અન્ય એક યુઝરે લખ્યું, તે જામીન પર છે, શું તેને શહેર છોડીને જવાની અનુમતિ છે? બીજા એક ટ્રોલરે કહ્યું- પ્લીઝ, આને ના બતાવો, હું આને જોઇને અપસેટ થઇ જાઉં છું અને સુશાંતને મિસ કરવા લાગું છું.

સાકિબ સલીમ અલીબાગ સાથે દેખાઈ હતી
રિયા જ્યારે પણ જાહેરમાં દેખાય છે ત્યારે હેટર્સ તેને ખરું-ખોટું સંભળાવે છે. અઠવાડિયા પહેલાં હુમા કુરૈશીનો ભાઈ સાકિબ સલીમ અલીબાગમાં જન્મદિવસ સેલિબ્રેટ કરીને ગેટ વે ઓફ મુંબઈ આગળ જોવા મળ્યો હતો. સાકિબની સાથે રિયા પણ હતી.

સો.મીડિયા યુઝર્સે આવી કમેન્ટ કરી

એક યુઝરે સાકિબ તરફ ઈશારો કરતાં કહ્યું હતું, ‘દૂર રહે, નહીંતર તારું પણ પત્તું કાપી નાખશે.’ અન્ય એક યુઝરે કહ્યું હતું, ‘અગલા બકરા, મરેગા બેટા તૂ ભી.’ અન્યે કહ્યું હતું, ‘આગામી નંબર છે. શુભેચ્છા.’ અન્ય એકે કહ્યું હતું, ‘આશા છે કે તેને લાંબું જીવન મળે.’

‘ગીતાંજલિ’ વાંચતી તસવીર શૅર કરી

11 એપ્રિલે આ ફોટો શેર કર્યો હતો
11 એપ્રિલે આ ફોટો શેર કર્યો હતો

રિયાએ ગીતાંજલિ વાંચતી હોય એવી તસવીર શૅર કરી હતી. આ તસવીર સાથે રવીન્દ્રનાથ ટાગરોના વિચારો શૅર કર્યા હતા. રિયાએ કહ્યું હતું, ‘સવાલ તથા રડવું; ઓહ ક્યાં? હજાર ધારાઓનાં આંસુઓમાં પીગળી ગઈ અને પૂરના આશ્વાસનની સાથે જળપ્રલયથી દુનિયાને બચાવવાની છે. હું છું. રવીન્દ્રનાથ ટાગોર, ગીતાંજલિ.’

રિયા અને શોવિક જામીન પર બહાર છે
ઉલ્લેખનીય છે કે 14 જૂન, 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત બાંદ્રાસ્થિત ઘરમાં મૃત મળી આવ્યો હતો. દોઢ મહિના બાદ તેના પિતા કે કે સિંહે પટનામાં રિયા વિરુદ્ધ FIR ફાઈલ કરી હતી. આ ઉપરાંત 15 કરોડ રૂપિયાની હેરાફેરી કરી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ કેસ CBIને આપ્યો હતો. ત્યાર બાદ ડ્રગ્સ એન્ગલ સામે આવ્યો હતો, જેમાં રિયા 30 દિવસ સુધી જેલમાં રહી હતી. હાલમાં રિયા જામીન પર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments