મદદ : અનાથ બાળકોની મદદે અમદાવાદની આરના હોસ્પિટલ મદદે આવી

0
4

રાજયમાં કોરોનાના કારણે અનેક લોકોના મોત થયા છે. ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યાં છે જેમાં કેટલાક નાના બાળકો પણ છે જેમણે પોતાનો આધાર જ માતા કે પિતા છે અને તેમને ગુમાવ્યાં છે. આવા અનાથ બાળકોની મદદે અમદાવાદની આરના હોસ્પિટલ મદદે આવી છે. આરના હોસ્પિટલે અમદાવાદમાં કોરોનાના લીધે અનાથ થયેલા બાળકોને આજીવન મફત તબીબી સારવાર પૂરી પાડવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય બાળ રક્ષણ અધિકાર પંચ (NCRP)ના તાજેતરના અહેવાલ મુજબ ગુજરાતમાં 38 બાળકોએ કોરોનાના લીધે તેમના માતા-પિતા બંને ગુમાવ્યા છે જ્યારે 395 બાળકોએ તેમના ઘરનું ગુજરાન ચલાવતા માતા અથવા પિતા ગુમાવ્યા છે. કોરોનાં મહામારીના લીધે ગુજરાતમાં કુલ 434 બાળકો અસરગ્રસ્ત બન્યા છે.

જીવનની કરૂણ વાસ્તવિકતાનો સામનો કરી રહ્યા છે અનાથ બાળકો
આરના હોસ્પિટલના ચેરમેન ડો. રોહિત જોશીએ જણાવ્યું હતું કે “કોવિડના લીધે અનાથ બનેલા બાળકો હાલ જીવનની કરૂણ વાસ્તવિકતાનો સામનો કરી રહ્યા છે અને આ પડકારજનક સમયમાં આપણી ફરજ છ કે તેમને મદદ પૂરી પાડીએ. આપણા માનનીય વડાપ્રધાને પીએમ કેર ફંડ થકી આવા બાળકોને ઉદારપણે મદદ પૂરી પાડવાની જાહેરાત કરી છે. વિવિધ શિક્ષણ સંસ્થાઓ પણ તેમની શૈક્ષણિક જરૂરિયાતો પૂરી કરવા માટે આગળ આવી છે. એટલે આ દુઃખના સમયમાં તેમને અમારાથી બનતી મદદ પૂરી પાડવા માટે તબીબી નિષ્ણાંત તરીકે અમારી ફરજ છે. બાળકો આપણું ભવિષ્ય છે અને આપણે સૌએ સાથે મળીને તંદુરસ્ત ભારતનું નિર્માણ કરવાનું છે.” કોરોનાના લીધે અનાથ બનેલા બાળકોના સ્વાસ્થ્યની સંભાળમાં તેમની બાલ્યાવસ્થા દરમિયાન તેમણે ગુમાવેલા પરિવારજનના દુઃખને હળવું કરવા મનોચિકિત્સકની સાથે પરામર્શ, નિયમિત રોગપ્રતિરક્ષા મેળવવી અને અન્ય કોઈ બીમારી માટેની સારવાર મેળવવાનો સમાવેશ થાય છે.

કોવિડ-19ના લીધે 1,742 બાળકો અનાથ બન્યા
આરના સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદમાં કોવિડના લીધે અનાથ બનેલા બાળકોને શોધવા માટે ટૂંક સમયમાં એક પહેલ હાથ ધરશે અને તેમના વાલીને આ પહેલ અંગેની વિગતો રૂબરૂ મળીને સુપરત કરશે. આ ઉપરાંત, રાષ્ટ્રીય રોગપ્રતિરક્ષા કાર્યક્રમ મુજબ સરકારના તમામ નીતિ-નિયમો પ્રમાણે આવા અનાથ બાળકોને તેમના ઘરે જઈને મફત રસી પૂરી પાડવામાં આવશે. રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા પંચે (એનસીપીસીઆર) તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કોવિડ-19ના લીધે 1,742 બાળકો અનાથ બન્યા છે અને 7,464 બાળકોએ તેમના ઘરનું ગુજરાન ચલાવતા માતા કે પિતા ગુમાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here