Friday, April 19, 2024
Homeમદદ : મહામારી દરમિયાન આગ્રાનું શિરોઝ હેંગઆઉટ જરૂરિયાતમંદને ફ્રીમાં આપે છે ભોજન
Array

મદદ : મહામારી દરમિયાન આગ્રાનું શિરોઝ હેંગઆઉટ જરૂરિયાતમંદને ફ્રીમાં આપે છે ભોજન

- Advertisement -

આગ્રાનું શિરોઝ હેંગઆઉટ કેફે જરૂરિયાતમંદ લોકોને ફ્રીમાં ભોજન વહેચીને ચર્ચામાં છે. આ કેફેને એસિડ અટેક સર્વાઇવર મહિલાઓ ચલાવી રહી છે. મહામારી દરમિયાન તેઓ પોતાનું દુઃખ ભૂલીને લોકોની મદદ કરી રહ્યા છે. ગયા વર્ષે નવેમ્બરમાં મહામારીને લીધે આ બંધ થઈ ગયું હતું. સાત મહિના પછી આ કેફે ફરીથી શરુ થયું છે. આ કેફે પર બોલિવૂડથી લઈને અનેક સેલિબ્રિટી આવી ચૂકી છે. કેફે બંધ રહેવાથી અહીં કામ કરનારી મહિલાઓને ઘણું નુકસાન થયું, હાલ તેઓ બીજાની મદદ કરી રહ્યા છે.

એસિડ અટેક સર્વાઈવર દ્વારા સંચાલિત આ કેફે પૂરી રીતે અહીં આવતા વિદેશી ટુરિસ્ટ પર નિર્ભર રહે છે. શિરોઝ કેફેના ફાઉન્ડર આશિષ શુક્લાએ જણાવ્યું કે, કેફેના માધ્યમથી એસિડ અટેક સર્વાઈવર મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ, પરંતુ ગયા વર્ષથી મહામારીને લીધે અહીં આવતા કસ્ટમરની સંખ્યામાં 75% ઘટાડો થયો છે. આ મહિલાઓનું ગુજરાન કેફેને લીધે ચાલે છે. આશિષ આ મહિલાઓની સારવારનો ખર્ચો પણ ઉપાડે છે. આગ્રામાં શિરોઝ કેફેની સફળતા જોઇને તેની એક બ્રાંચ લખનૌમાં પણ ખોલી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular