Sunday, September 19, 2021
Homeહેલ્પ : વેનિટી વૅન હવે કોરોના મહામારીમાં જંગ લડી રહેલા પોલીસકર્મીને મદદ...
Array

હેલ્પ : વેનિટી વૅન હવે કોરોના મહામારીમાં જંગ લડી રહેલા પોલીસકર્મીને મદદ કરી રહી છે

આલિયા ભટ્ટ સ્ટારર ‘ગંગુબાઈ કાઠિયાવાડી’, અક્ષય કુમાર સ્ટારર ‘રક્ષાબંધન’ અને રણવીર સિંહ સ્ટારર ‘સર્કસ’ જેવી ફિલ્મ માટે મૂકેલી વેનિટી વૅન હવે કોરોના મહામારીમાં જંગ લડી રહેલા પોલીસકર્મીને મદદ કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે, આ ફિલ્મોના શૂટ માટે જે વેનિટી વૅન ઉપયોગમાં લેવાય છે તેના માલિક કેતન રાવલ છે. કોરોના મહામારીને લીધે હાલ મહારાષ્ટ્રમાં લોકડાઉન છે અને શૂટિંગ પણ બંધ છે. આથી કેતન રાવલે આ બધી વેનિટી વૅન પોલીસ ઓફિસર્સની મદદ માટે આપી છે.

શૂટ શરુ થતા સેટ પર વૅન આવી જશે
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, એકવાર કોરોના કંટ્રોલમાં આવી જશે અને શૂટિંગ શરુ થશે ત્યારે દરેક વેનિટી વૅન તેના સેટ પર મોકલવામાં આવશે. ગયા વર્ષે લોકડાઉનમાં કેતન રાવલે પોતાની વેનિટી વૅન મહિલા પોલીસકર્મીને આપી હતી. જેથી જરૂર પડે તેઓ ફ્રેશ થઇ શકે.

ઇન્ડસ્ટ્રીમાં રોજનું મહેનતાણું મેળવતા શ્રમિકોની હાલત ખરાબ
અમુક રિપોર્ટ પ્રમાણે, કોરોના મહામારીને લીધે સૌથી વધારે અસર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેલી વેજ શ્રમિકોને થઇ છે. તેમનું કામ હાલ અટકેલું છે. આ શ્રમિકોમાં એક નૌશાદ નામનો મેકઅપ આર્ટીસ્ટ પણ સામેલ છે, તે હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સામેલ થવા પર અફસોસ કરે છે

મેકઅપ દાદાના નામથી ફેમસ નૌશાદે ગયા વખતે સલમાન ખાન સ્ટારર અંતિમ માટે કામ કર્યું હતું. હાલ નૌશાદની હાલત ઘણી ખરાબ છે. ગુજરાન ચલાવવા માટે તેણે મિત્રો પાસેથી રૂપિયા ઉધાર લીધા છે. નૌશાદે કહ્યું, આજે મને પસ્તાવો થાય છે કે હું કઈ ઇન્ડસ્ટ્રીમાં આવી ગયો! આ મારા લાઈફની સૌથી મોટી ભૂલ છે. બની શકે છે કે હું કોઈ બીજી જોબમાં ખુશ રહેત અને ફિક્સ્ડ ઇનકમથી કોઈ તકલીફ ના પડત. ઘરે પરત જવું એ સોલ્યુશન નથી. અહીં રોકાઈને કામની રાહ જોવી પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments