દિયોદર માં હરિકૃષ્ણા ફાઉન્ડેશન દ્વારા હેલ્પિંગ હેન્ડ કાર્યક્રમ યોજાશે…..

0
6
હરિ કૃષ્ણા ફાઉન્ડેશન  ટ્રસ્ટ દ્વારા સપ્ટેમ્બર માસ માં કપાયેલા હાથ વાળા વ્યક્તિ ને  એલએન 4 કૃત્રિમ હાથ મફત માં લગાવવા માટે દિયોદર ખાતે કેમ્પ યોજવામાં આવશે જો. કે કોઈ પણ ખર્ચ વગર નિશુલ્ક આ હાથ લગાવવા આવશે. આ હાથ માટે   કોણી થી નીચે મૂળ હાથ નો 4 ઇંચ ભાગ હોવો જરૂરી છે.આ હાથ દેખાવટી નથી, આ હાથ લગાવ્યા પછી વ્યક્તિ ઘણા કામ કરી શકશે, જેમ કે ચમચી પકડવી, બાઈક કે સાઈકલ નું હેન્ડલ પકડી ને ચલાવવું, લખવું, ચાનો મગ પકડવો, વગેરે કામ આ હાથ વડે થઈ શકે તેવું પણ જાણવા મળ્યું છે. જો. કે આ હાથ અમેરિકા થી મંગાવવા માં આવ્યા છે, જે એક હાથ ની કિંમત 15000 રૂપિયા છે,હરિ કૃષ્ણા ફાઉન્ડેશન ના પ્રમોટર મૂળ દિયોદર ના વતની આત્મારામ ભાઈ સોની દ્વારા આ કાર્યક્રમ બાલોતરા રાજસ્થાન અને દિયોદર માં બંને જગ્યાએ કેમ્પ યોજવામાં આવશે.
દિયોદર માં આ કેમ્પ બનાસ આઇસ ફેકટરી શિહોરી- થરા ચાર રસ્તા આગળ કરવામાં આવશે આ કેમ્પ નો લાભ લેવા માટે નામ નોધાવવા માટે  સંપર્ક કરો મનુજી ઠાકોર – ૮૩૪૭૫૦૬૨૬૬ ગોવર્ધન ભાઈ પ્રજાપતિ, જયેશ સોની, નરેશસોની, ૯૯૨૪૪૪૪૮૩૧ રાજેશ સોની,જયદીપ સોની અને ભૂપત ભાઇ સોની નો સંર્પક કરવાનો રહેશે….
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા