અમદાવાદ : શહેરમાં કોરોનાને કારણે થઈ રહેલી માનસિક સમસ્યાઓ માટે હેલ્પલાઈન નંબર 1100 જાહેર, દરેક ટીમમાં એક મહિલા

0
5

અમદાવાદ. કોરોના મહામારીને કારણે અનેક લોકો માનસિક તાણ અનુભવે છે. ઘરમાં સભ્યો સાથે બોલાચાલી તેમજ અન્ય અણબનાવ સામે આવતા હોય છે. લોકોના માનસિક તણાવ કે તકલીફને દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ‘કોરોના સાંત્વના’ હેલ્પલાઈન નંબર 1100 જાહેર કર્યો છે. અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તાના જણાવ્યા અનુસાર, આ નંબર પર ખાસ ટીમો સવારના 9થી રાત્રિના 9 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. દરેક ટીમમાં ત્રણ નિષ્ણાત તાલીમબદ્ધ અને અનુભવી મનોચિકીત્સક જે શહેરીજનોને નિઃશુલ્ક સલાહ-માર્ગદર્શન આપશે. તેમજ દરેક ટીમમાં એક મહિલા પણ રહેશે.

માનસિક તકલીફો વિશે ચર્ચા કરીને જરૂરી નિદાન અને સારવાર કરશે

આ ટીમો એક સાથે અનેક કોલ સંભાળી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ SVP તથા LG હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની એક ટીમ પણ રાખવામાં આવશે. મનોચિત્સકોની આ ટીમ કોરોનાની અસરો અંગેની ચિંતા, નકારાત્મક વિચારો, પરિવારજન કે નજીકના વક્તિના કોરોના સંક્રમણથી ઉભો થયેલો માનસિક શોક, માનસિક આઘાત, ઉદાસીનતા, સલામતીની ચિંતા જેવી વિવિધ માનસિક તકલીફો વિશે ચર્ચા કરીને જરૂરી નિદાન અને સારવાર કરશે. જ્યારે સ્ત્રીઓની સમસ્યાઓ સાંભળીને તેના નિરાકરણ માટે પ્રત્યેક ટીમમાં એક મહિલા તબીબ પણ હાજર રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here