બંગાળમાં ભાજપના નેતાનું શંકાસ્પદ મોત : હેમતાબાદના ધારાસભ્ય દેબેન્દ્રનાથ રોયનો મૃતદેહ લટકતો મળ્યો.

0
5

કોલકાતા. પશ્વિમ બંગાળના હેમતાબાદના ધારાસભ્ય દેબેન્દ્રનાથ રોય(59)નો મૃતદેહ મળ્યો છે. ભાજપનો આરોપ છે કે તેમની હત્યા કરવામા આવી છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે મમતા બેનર્જીની સરકારમાં ગુંડારાજ ચાલી રહ્યું છે. કાયદો વ્યવસ્થા ફેલ થઇ ગઇ છે. આવી સરકારને જનતા માફ નહીં કરે. બીજી તરફ પોલીસે કહ્યું છે કે દેબેન્દ્રનાથના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી છે જેમાં ત્રણ લોકોને જવાબદાર ઠેરવવામા આવ્યા છે. કેસની તપાસ ચાલી રહી છે.

પરિવારજનોનો આરોપ- હત્યા કરીને મૃતદેહ લટકાવવામા આવ્યો

દેબેન્દ્રનાથનો મૃતદેહ સોમવારે બિંદલ ગામમાં તેમના ઘરથી લગભગ એક કિમી દૂર એક કરિયાણાની દુકાન સામે લટકતો મળ્યો હતો. તેમના પરિવારજનોનો આરોપ છે કે હત્યા કર્યા પછી મૃતદેહને લટકાવવામા આવ્યો છે. તેમણે કહ્યું કે ગત રાત્રે લગભગ એક વાગ્યે અમુક લોકો મોટરસાઇકલ પર આવ્યા હતા. દેબેન્દ્રનાથ તેમની સાથે જ ગયા હતા.

દેબેન્દ્રનાથ 2016માં SCમાટે રિઝર્વ હેમતાબાદ વિધાનસભા સીટ પર CPI(M)ની ટિકિટ પર જીત્યા હતા પરંતુ ગત વર્ષે લોકસભા ચૂંટણી બાદ ભાજપમાં સામેલ થઇ ગયા હતા.

શું ભાજપમાં જોડાયા એ તેમનો ગુનો હતો?

ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે મમતા બેનર્જીના રાજમાં ભાજપના નેતાઓની હત્યાઓનો સિલસિલો યથાવત છે. CPM છોડીને ભાજપમાં આવેલા હેમતાબાદના ધારાસભ્ય દેબેન્દ્રનાથ રોયની હત્યા કરવામા આવી. શું ભાજપમાં જોડાયા એ જ તેમનો ગુનો હતો ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here