અહીં ફરિયાદ કરનારના માથા પર ‘તિલક’ કરવામાં આવે છે, અને ‘ગંગાજળ’ ની બોટલ આપવામાં આવે છે

0
5

હંમેશાં લોકો પોલીસ સ્ટેશનનું નામ સાંભળીને દૂર ભાગે છે અને કોઈપણ પોલીસના લફડામાં પડવા નથી માગતું. પરંતુ આજે અમે તમને એક એવા પોલીસ સ્ટેશન વિશે જણાવી રહ્યા છીએ જેના વિશે તમે જાણીને ચોંકી જશો. હકીકતમાં ઉત્તર પ્રદેશના મેરઠમાં એક એવું પોલીસ સ્ટેશન છે જ્યાં ફરિયાદી આવે ત્યારે તેના માથા પર તિલક કરીને તેને ગંગાજળની બોટલ આપવામાં આવે છે.

નૌચંદી પોલીસ સ્ટેશન જતા લોકો અત્યારે આશ્ચર્યચકિત છે. અહીં ફરિયાદ કરનારના માથા પર ‘તિલક’ કરવામાં આવે છે અને તેના પર પાણી છાંટવામાં આવે છે. તે ઉપરાંત અહીં એક રિટર્ન ગિફ્ટ તરીકે ‘ગંગાજળ’ની એક બોટલ આપવામાં આવે છે. સ્ટેશન હાઉસ અધિકારી (SHO) પ્રેમ ચંદ શર્માના જણાવ્યા પ્રમાણે, તેઓ ભક્તિની સાથે કાયદો અને વ્યવસ્થાને નિયંત્રિત કરવામાં માને છે.

દારૂથી દૂર રહેવાની વિનંતી

તેમણા જણાવ્યા પ્રમાણે, મારો પ્રયોગ સફળ થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. લોકો ઓછા આક્રમક થઈ ગયા છે. તેઓ અહીં આવે છે અને શાંતિથી પોતાની ફરિયાદ નોંધાવે છે. સમગ્ર નૌચંદી વિસ્તાર શાંત થઈ ગયો છે. જો કે, અમે ગુનેગારોની સામે પોલીસ કાર્યવાહીથી પીછેહઠ કરી રહ્યા નથી. હોળીની ભેટ તરીકે શર્મા મુલાકાતીઓને ગંગાજળની બોટલ આપી રહ્યા છે અને તેમને દારૂથી દૂર રહેવાની વિનંતી કરી રહ્યા છે.

પોલીસ અધિક્ષકને તેની જાણકારી નથી

તેમના જણાવ્યા પ્રમાણે, સમાજામાં વિકૃતિઓ દૂર કરવાનો આ એક પ્રયાસ છે. જો કે, વરિષ્ઠ પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, તેમને SHOના કાર્ય વિશે જાણકારી નથી. પોલીસ અધિક્ષ વિનીત ભટનાગરે કહ્યું , દરરોજ સ્ટેશનમાં સેનિટાઈઝર રાખવામાં આવે છે. મને નથી ખબર કે તેના માટે ‘ગંગાજળ’નો ઉપયોગ કેમ કરવામાં આવી રહ્યો છે. મને તેની જાણકારી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here