લપસવાથી બચાવશે આ ટિપ્સ : આપણે વરસાદમાં ગાડી ચલાવવાની સ્કિલને વધારવી જોઈએ

0
2

દેશમાં કોરોનાનાં કેસ ઘટી રહ્યા છે. જેના લીધી રાજ્ય સરકાર લોકડાઉન હળવું કરી રહી છે. અત્યાર સુધી ઓફિસમાં કર્મચારીઓની સંખ્યા 50 ટકા કરી દેવામાં આવી છે. જેનાથી લોકો મોટરસાયકલ અથવા સ્કૂટર પર ફરીથી ઓફિસ જવાનું શરૂ કરશે. વરસાદમાં ટૂ-વ્હીલર ચલાવવું દરેકના કામની વાત નથી. કેમ કે, વરસાદના કારણે રસ્તામાં લપસી જવાની ઘટા વધી જાય છે. તેનાથી ડરવાની જગ્યાએ આપણે વરસાદમાં ગાડી ચલાવવાની સ્કિલને વધારવી જોઈએ. જેથી એક્સિડન્ટથી બચી શકાય.

ગાડી ચલાવતા પહેલાં આટલી બાબતોનું ધ્યાન રાખો
લોકડાઉનના કારણે લાંબા સમય સુધી ગાડી ઘરમાં હતી અને તેથી તેમાં કોઈ ખરાબી હોઈ શકે છે. તેથી ગાડીને સારી રીતે ચેક કરવી એ સૌથી સારું રહેશે. કારણ કે જે સમસ્યા વરસાદ પહેલા ઓછી હોતી, તે વધી શકે છે. તેથી સવારી કરતાં પહેલા આટલી બાબતોનું ધ્યાન રાખવું.

ટાયરને ચેક કરવા
જો ટાયર ખરાબ છે તો તેને બદલવું સૌથી સારો ઓપ્શન છે. ટાયરને પાણીને દૂર કરવા માટે ડિઝાઈન કરવામાં આવે છે, તેથી ભીની સપાટી પર ડ્રાઈવિંગ કરવા માટે ટાયરમાં ગ્રિપ હોવી જોઈએ. જો કે ગ્રિપ હોવું પૂરતું નથી. જ્યારે ટાયર જૂનું થઈ જાય છે તો રબ્બર કડક થઈ જાય છે. જેનાથી ટાયર ભીની સપાટી પર તેની પકડ ગુમાવે છે. જેના કારણે વરસાદમાં લપસી જવાની સંભાવના વધારે રહે છે.

વોટર પ્રૂફિંગ
ગાડીમાં ગિયરને વોટરપ્રૂફ કરી શકાય છે. જો બજેટ ઓછું છે તો તે ઘણું મોંઘું થઈ શકે છે. બજેટ હોય તો એવા રેન ગિયર લો જે તમારા નિયમિત રાઈડિંગ ગિયર પર ફિટ થઈ જાય. તમારી જાતને બચાવવા માટે રેઇન કોટ પહેરો. તે થોડો ખુલ્લો હોવો જોઈએ જેથી બાઈક ચલાવવામાં મુશ્કેલી ન થાય. એટલો પણ ખુલ્લો ન હોવો જોઈએ કે હવામાં ઉડે. તમે બાઈક પર જેટલા વધારે કન્ફર્ટ હશો તેટલું જ તમે ડ્રાઇવિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.

વોટર પ્રૂફ જૂતા
વરસાદમાં ગાડી ચલાવવા માટે જૂતા પર વધારે ધ્યાન નથી આપવામાં આવતું. લોકો સ્લિપર અથવા સેન્ડલનો ઉપયોગ કરે છે. સૂકા પગ તમને બાઈક પર કન્ફર્ટ મહેસૂસ કરાવે છે. તેથી તમારે વોટર પ્રૂફ જતા પર ખર્ચ કરવો જોઈએ.

ચમકદાર કપડાં પહેરવા
વરસાદમાં ઓછો પ્રકાશ હોવાથી દૂરની વસ્તુઓ નથી દેખાતી જેનાથી એક્સિડન્ટની સંભાવના વધી જાય છે. તેથી જરૂરી છે કે ગાડીમાં કંઈક ચમકદાર સ્ટ્રિપ્સ લગાવો. કપડાં કલરફૂલ પહેરો. ચમકદાર કલરનો રેઈન કોર્ટ પહેરીને ગાડી ચલાવો.

બાઈક પર બ્રેકિંગ સિસ્ટમ યોગ્ય રાખો
ભીની સપાટીમાં યોગ્ય બ્રેકિંગ સિસ્ટમ હોવી જરૂરી છે. જો તમારી બાઈકમાં ABS બ્રેકિંગ સિસ્ટમ છે તો તેને રોકવી સરળ રહેશે. પરંતુ બાઈક જૂની છે અને તેમાં ABS નથી તો તમારે બ્રેક મારતી વખતે વધારે સાવધાની રાખવી પડશે. એ સમજવું પડશે કે બ્રેક લગાવતી વખતે કેટલા સમય બાદ ગાડી ઉભી રહે છે. જ્યારે લાગે કે ટાયર એકદમથી લોક થઈ રહ્યું છે તો બ્રેકને થોડી ઓછી કરો. સૂકી સપાટી પર એક જ બ્રેકથી કામ થઈ જાય છે. પરંતુ ભીની સપાટીમાં બંને બ્રેકનો ઉપયોગ કરવો યોગ્ય રહેશે.

સ્પીડ ઓછી રાખવી
વરસાદમાં ખબર નથી હોતી કે કઈ જગ્યા સૌથી વધારે લપસણી છે. કેમ કે તેનાથી રસ્તાની સપાટીમાંથી તેલ અને જામેલો મેલ બહાર આવી જાય છે. જેનાથી રસ્તા વધારે લપસણા થઈ જાય છે. તેથી વરસાદમાં ગાડીની સ્પીડ સામાન્ય કરતાં ઓછી રાખો.

રસ્તાની વચ્ચે ન ચલાવો
રસ્તામાં ઝીબ્રા ક્રોસિંગ, લેન સેપરેટર વધારે લપસણા હોય છે. શક્ય હોય ત્યાં સુધી તેના પર ગાડી ચલાવવાનું ટાળવું. બીજી ગાડીઓનું તેલ રસ્તાની વચ્ચે ઢોળાતું હોય છે. તેથી વચ્ચે લેનમાં ચલાવવાનું ટાળવું. તેની જગ્યાએ રસ્તાની એક જ જગ્યાએ ડ્રાઈવિંગ કરો અને બીજા વાહનોથી અંતર રાખીને તેની પાછળ ચાલો. તે ન માત્ર તમને ઢોળાયેલા તેલથી બચાવશે પરંતુ તમને એક સૂકા રસ્તાની સપાટી પણ મળશે. કેમ કે અન્ય વાહનોથી આ જગ્યાનું પાણી જતું રહે છે.

હેડલાઈટ્સ ઓન રાખો
હવે તો RTOનો પણ નિયમ છે કે બાઈકની લાઈટ ઓટોમેટિક ઓન રહેશે. હેડલાઈટ ઓન રહેવાથી ગાડીની તરફ ધ્યાન વધે છે. જેનાથી ગાડી દૂર હોય તો રિયર મિરરથી પણ જોઈ શકાય છે. વરસાદમાં પ્રકાશ પણ ઓછો હોય છે જેથી હેડલાઈટ્સ તમારી મદદ કરે છે.

ગાડીને ચલાવ્યા બાદ કઈ બાબતોનું ધ્યાન રાખવું
બાઈકને સુરક્ષિત રીતે પાર્ક કર્યા બાદ તેમાં ધ્યાન આપવું જરૂરી છે. જેથી તમારી આગામી રાઈડિંગ કોઈપણ સમસ્યા વગર થઈ શકે.

સાફ-સફાઈ
ચોમાસા દરમિયાન, અન્ય સિઝનની તુલનામાં તમારી બાઈકને વધારે ધોવી જોઈએ. બાઈક પર માટીના છાંટા ઉડ્યા હોવાથી કાટ લાગી શકે છે. તેથી નિયમિત રીતે ધોયા બાદ તેને સારી રીતે સૂકવી જરૂરી છે.

ગાડીની ચેન
અત્યારે મોટાભાગની બાઈક્સમાં ચેન કવર નથી હોતું. જેથી વરસાદ દરમિયાન વધારે ધ્યાન આપવાની જરૂર હોય છે. તમારી બાઈક ધોતી વખતે, ચેન પર ખાસ ધ્યાન આપો, અને એક વખત ધોયા અને સૂકવ્યા બાદ તેના પર ગ્રીસિંગ કરો. તેનાથી ગાડી લાંબા સમય સુધી કોઈપણ સમસ્યા વગર ચાલતી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here