આ છે રશિયન હોલિકા દહનઃ આઈસલેન્ડનો જ્વાળામુખી જૂઓ ધગધગતી તસવીરોમાં

0
3

શિયાળાને વિદાય પૂતળા બાળીને, જૂઓ રશિયન હોળી

રશિયામાં કાતિલ હાડ થિજાવતી ઠંડી નવી વાત નથી. થરથર ધ્રુજાવતા આવા શિયાળાને વિદાય કરી દેવા માટે અહીંના લોકો ઉત્સવનું આયોજન કરી નાખે છે. જે ઉત્સવને લેડી મેસ્લેનિત્સા અથવા તો પાનકેક વીક કે પછી બટર વીક કહે છે. આ ઉજવણી દરમિયાન અહીંના વ્લાદિમીર પ્રદેશના લોકો લેડી મેસ્લેનિત્સાનું પૂતળું બાળે છે. કંઈક ભારતના હોળીના તહેવાર જેવા આ સાપ્તાહિક ઉત્સવના છેલ્લા દિવસે લેડી મેસ્લેનિત્સાનું પૂતળું બાળવામાં આવે છે અને લોકો એકબીજાની કોઈ ભૂલચૂક કે દુઃખ પહોંચાડ્યું હોય તો માફી માગે છે.

આઈસલેન્ડમાં 800 વર્ષ જૂનો જ્વાળામુખી ફાટ્યો

આઈસલેન્ડની રાજધાની રેક્યાવીકની દક્ષિણપશ્ચિમે રેક્યેનીસ પેનિનસુલામાં જ્વાળામુખી ફાટ્યો છે. લગભગ 800 વર્ષ જૂનો જ્વાળામુખી અચાનક જ સક્રિય થયો અને ધગધગતો લાવા ઓકવા લાગ્યો. જેનો અંધકારમાં લાલચોળ પ્રકાશ 32 કિમી દૂર સુધી દેખાયો. અહીં સ્પર્શ માત્રથી રાખમાં તબદિલ થઈ જઈએ એવા ધગધગતા લાવા અને જ્વાળામુખીની નજીકથી લેવાયેલી તસવીરો પરસેવો વાળી દે તેમ છે. આઈસલેન્ડમાં 30થી વધુ સક્રિય અને વિલુપ્ત જ્વાળામુખી છે. આઈસલેન્ડ એવા ઝોનમાં છે જ્યાં બે મહાદ્વિપિય પ્લેટો એકબીજાથી દૂર જાય છે.

બ્રાઝિલિયનો સોફા કેમ નદીમાં ફેંકી દે છે

બ્રાઝિલના લોકો નદીને ગટર સમજે છે. અહીં ટિએટા નદીમાં રોજ હજારો ટન નકામી અને પ્રદૂષિત ચીજવસ્તુઓ ફેંકી દેવાય છે.

બ્રાઝિલના લોકો નદીને ગટર સમજે છે. અહીં ટિએટા નદીમાં રોજ હજારો ટન નકામી અને પ્રદૂષિત ચીજવસ્તુઓ ફેંકી દેવાય છે.

આ તસવીર જોઈને તમને થશે કે ભાઈ આ નદીમાં સોફા કેમ મૂકવામાં આવ્યો છે. વાસ્તવમાં, સાઓ પાઉલો ખાતેના ઈકોલોજિકલ ટિએટ પાર્ક નજીક ટિએટ નદીમાં નકામો થયેલો સોફા ફેંકી દેવામાં આવ્યો છે. આપણે ત્યાં ભારતમાં જે રીતે નદીઓને ગટર સમજવામાં આવે છે એવું બ્રાઝિલના લોકો પણ કરી રહ્યા છે. બ્રાઝિલના લોકો તો સોફા જેવી ચીજો પણ નકામી થાય તો નદીમાં પધરાવે છે. ટિએટ નદીમાં જાતજાતની ચીજો ફેંકીને આ નદીને લોકોએ ખુલ્લી ગટર જેવી કરી નાખી છે.

ચેરીનાં ફૂલોનું સૌંદર્ય પૂરબહારમાં

પૂર્વ ચીનના જિઆંગ્સી પ્રાંતની નાનચાંગ કાઉન્ટીમાં ફેંગહુઆનગોઉ સીનિક એરિયામાં ચેરીના ફૂલોનું સૌંદર્ય હાલ પૂરબહારમાં ખીલ્યું છે. અહીં ચોમેર ચેરીના ફૂલોનો અદભુત નજારો નિહાળવા મુલાકાતીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. લોકો અહીં ઉત્સાહભેર ફોટોગ્રાફી પણ કરે છે, સેલ્ફી પણ લેતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here