તુલસીના પાનથી આ રીતે કરો પથરીથી લઈ ડેન્ગ્યૂ સુધીના આટલો રોગોનો ઈલાજ

0
13

સ્વાસ્થ્ય માટે ઉત્તમ એવા તુલસી ના પાન

અત્યારે કોરોના જેવો વૈશ્વિક રોગ જ્યારે વ્યાપી રહ્યો છે ત્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ જાળવવા અને વધારવા માટે તુલસી ના પાન નો નિયમિત ઉપયોગ વિવિધ ઉકાળા માં કરવો ઉત્તમ ગણાય છે.

રોજ બરોજ આપણે જાણે અજાણે વિવિધ પ્રકાર ના ઝેરી તત્વો શરીર માં ઉમેરીએ છીએ. આ ઝેરી તત્વો આપણી રોગ પ્રતિકારક ક્ષમતા ઘટાડે છે અને વિવિધ રોગો ને નોતરે છે.

આ ઝેરી તત્વો ને શરીર માંથી બહાર કાઢવા માટે અને પાચનતંત્ર ને વધુ કાર્યક્ષમ બનાવવા માટે તુલસી ખુબજ લાભદાયી બની રહે છે.

આપણી આસ પાસ જોવા મળતા તુલસી ના છોડ એક નહીં પણ અનેક ગુણો થી ભરપુર છે. તુલસી ની તાસીર ગરમ હોય છે માટે જ તે શરદી, ખાંસી કે છાતી માં જામેલા કફને દૂર કરવા માટે ઉપયોગી છે. તેના પાન ને ચા માં નાખી પીવાથી કે કાઢો બનાવી ને પણ લઇ શકાય છે.

તુલસી માં આવેલું લીનોલિક એસિડ ત્વચા માટે ખુબજ ઉપયોગી છે. તુલસી ના પાન લેવાથી અથવા તેની પેસ્ટ બનાવી ને ચામડી પર લગાવવા થી ચામડી ની વિવિધ તકલીફો જેમ કે શીળસ , ખરજવું ,ખીલ , ફોલ્લીઓ તેમજ એલર્જી ની સમસ્યા ઓ માં પણ રાહત મળે છે. તુલસી ત્વચા ને સ્વચ્છ અને મુલાયમ બનાવે છે.

તુલસી માં ફાયાટોનુટ્રીઅન્ટ, ઍસેનશિયલ ઓઈલ તથા વિટામિન એ અને સી નું પ્રમાણ ખુબજ સારી માત્રા માં હોવાથી તે તાવ , બ્રોંકાઇટીસ અને અસ્થમાં માં પણ રાહત આપે છે.

દાંત અને પેઢા ના દુખાવા માં પણ તુલસી ના પાન લેવાથી રાહત મળે છે.

તેની અંદર એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ, એન્ટી કારસિનોજેનીક તથા એન્ટિ બાયોટીક ગુણો રહેલા હોવાથી તે વિવિધ રોગો સામે રક્ષણ આપે છે.

તુલસી સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ નું પ્રમાણ પણ સંતુલિત રાખે છે. માનસિક હતાશા માં પણ તુલસી નું સેવન કરવું લાભદાયી બની રહે છે.

તુલસી વિવિધ રોગો જેવા કે મલેરિયા, ડેન્ગ્યુ, લિવર નો સોજો, સ્વાઇન ફ્લુ તથા ક્ષય ની સારવાર માં પણ લાભદાયી છે.

તુલસી શરીર માં યુરિક એસિડ નું પ્રમાણ જાળવી રાખે છે તેથી પથરી ની સમસ્યા ને પણ થતી અટકાવે છે.

તુલસી લોહી માં શુગર ( શર્કરા) નું પ્રમાણ જાળવી રાખી, ડાયાબિટીસ જેવા રોગો ની સારવાર માં પણ લાભદાયી છે.

તુલસી ના પાન ચા માં તથા કાઢા માં ઉમેરી લઇ શકાય છે. એવુું માનવું છે કે તુલસી ના પાન ને ચાવવા ને બદલે ગળા માં ચાવ્યા વગર જ ઉતારી લેવા વધુ હિતાવહ છે.

આમ ખુબજ લાભદાયી એવા તુલસી ના પાન નું નિયમિત સેવન કરવાથી રોગમુકત તંદુરસ્ત જીવન જીવી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here