ન્યૂ સ્કીમ : હીરો ઇલેક્ટ્રિક નવો સબ્સ્ક્રિપ્શન પ્લાન લાવી, દર મહિને માત્ર 2,999 રૂપિયા ચૂકવીને ઇલેક્ટ્રિક સ્કૂટર ઘરે લાવી શકાશે

0
2

દિલ્હી. કોરોના વાઇરસને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવા ઓટોમોબાઇલ કંપનીઓ અનેક પ્રકારની ઓફર્સ લાવી રહી છે. હવે ટૂ-વ્હીલર હીરો ઇલેક્ટ્રિક સબ્સ્ક્રિપ્શન પ્લાન લઇને આવી છે. આ પ્લાન હેઠળ દર મહિને 2,999 રૂપિયા આપીને હીરો ઇલેક્ટ્રિકનું નવું સ્કૂટર ઘરે લાવી શકાશે.

હીરો ઇલેક્ટ્રિકે બેંગલુરુની ઓટોવર્ટ ટેક્નોલોજી સાથે પાર્ટનરશિપમાં આ સબ્સ્ક્રિપ્શન બેઝ્ડ પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં દર મહિને 2,999 રૂપિયા ચૂકવવાના રહેશે. આ 2,999 રૂપિયામાં કંપનીના ઇલેક્ટ્રિક સ્કૂટર સાથે ઇન્શ્યોરન્સ, સર્વિસ એન્ડ મેન્ટેનન્સ, લોયલ્ટી બોનસ અને અપગ્રેડ ઓપ્શન વગેરે સર્વિસ સામેલ છે.

રક્ષાબંધન સ્પેશિયલ ઓફર
રક્ષાબંધનના તહેવારે હીરો ઇલેક્ટ્રિક રાખી સ્પેશિયલ ઓફર લઇને આવી છે. આ ઓફર હેઠળ કંપનીનું ઇલેક્ટ્રિક સ્કૂટર 2,999 રૂપિયામાં બુક કરી શકાશે. ઓનલાઇન બુકિંગ કર્યા બાદ તેની પર 3,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જો કે, કંપનીની વેલોસિટી અને ગ્લાઇડ વ્હીકલ્સ આ ઓફરમાં સામેલ નથી.

હીરો ઇલેક્ટ્રિક પાસે ત્રણ કેટેગરીના સ્કૂટર
હીરો ઇલેક્ટ્રિક ત્રણ કેટેગરીમાં સ્કૂટર વેચે છે. તેમાં કમ્ફર્ટ સ્પીડ, સિટી સ્પીડ અને એક્સટેન્ડ રેન્જ સામેલ છે. કમ્ફર્ટ સ્પીડ કેટેગરીમાં કંપની પાસે 5 ઇલેક્ટ્રિક વ્હીકલ, સિટી સ્પીડ હેઠળ 4 અને એક્સટેન્ડ રેન્જ હેઠળ 2 ઇલેક્ટ્રિક વ્હીકલ આવે છે.

એક્સટેન્ડેડ રેન્જ સ્કૂટર્સના ફીચર્સ
હીરો ઇલેક્ટ્રિકની એક્સટેન્ડેડ રેન્જમાં બે સ્કૂટર Optima ER અને Nyx ER આવે છે. ઓપ્ટિમા ER સ્કૂટર ફુલ ચાર્જ થયા બાદ લિટર દીઠ 110 કિમી અને Nyx ER સ્કૂટર 100 કિમી સુધી ચાલે છે. બંને સ્કૂટર્સની ટોપ સ્પીડ કલાક દીઠ 42 કિમી છે.