સ્કીમ : હીરો ઇલેક્ટ્રિકની સ્પેશિયલ ઓફર, સ્કૂટર ફ્રીમાં ઘરે લઈ જાઓ અને જો ખરીદ્યા બાદ પસંદ ન આવ્યું તો ત્રણ દિવસની અંદર પરત કરો

0
8

દિલ્હી. દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રોત્સાહન આપવા માટે સરકાર અને ઓટોમોબાઇલ કંપનીઓ પ્રયત્નમાં લાગી છે. આ ક્રમમાં હીરો ઇલેક્ટ્રિકે તાજતેરમાં જ નવા અને વર્તમાન બંને ગ્રાહકો માટે Be a bike buddy રેફર સ્કીમ જાહેર કરી છે. આ નવી સ્કીમ હેઠળ, હીરો ઇલેક્ટ્રિકે કોઇપણ સ્કૂટર ખરીદનાર ગ્રાહક 2 હજાર રૂપિયાના ફ્લેટ ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવી શકે છે. આ ઉપરાંત, જો કોઈ ગ્રાહક વર્તમાન હીરો ઇલેક્ટ્રિક બાઇકના માલિક દ્વારા રેફર કરવામાં આવે તો તે 2 હજાર રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે.

સ્કૂટર પર મેક્સિમમ 4 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ
હીરો ઇ-બાઇકની ખરીદી પર મેક્સિમમ 4 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. હવે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે, કંપની હીરો ઇલેક્ટ્રિક સ્કૂટરને બુક કરનાર 50મા ગ્રાહકને Glyde ઇલેક્ટ્રિક સ્કૂટર ફ્રીમાં આપી રહી છે. આ દરેક સ્કીમ વર્તમાનમાં Flash lead acid low speed અને Glyde E-Scootને છોડીને હીરો ઇલેક્ટ્રિકના તમામ વ્હીકલ્સ પર લાગુ છે અને તેનો લાભ 15 જુલાઈ સુધી ઉઠાવી શકાય છે.

સ્કૂટર 3 દિવસની અંદર પરત કરી શકાશે
આ સ્કીમ વિશે કંપનીએ સાથે એમ પણ જણાવ્યું કે, હીરો ઇલેક્ટ્રિક તરફથી કહેવામાં આવ્યું છે કે જો ગ્રાહક સ્કૂટર બુક કર્યાના 3 દિવસની અંદર તેને પરત કરવા માગતા હશે તો તે છૂટ પણ આપવામાં આવશે. તેમજ, ગ્રાહકને સ્કૂટર પરત આપવા માટે અથવા સ્કૂટર કેન્સલ કરવા માટે કોઈ સવાલ પણ પૂછવામાં નહીં આવે.