Thursday, April 18, 2024
Homeહીરોએ ગ્લેમરની નવી બ્લેઝ એડિશન લોન્ચ કરી, સ્માર્ટફોન ચાર્જિંગ સુવિધાથી સજ્જ બાઇકની...
Array

હીરોએ ગ્લેમરની નવી બ્લેઝ એડિશન લોન્ચ કરી, સ્માર્ટફોન ચાર્જિંગ સુવિધાથી સજ્જ બાઇકની કિંમત 72,200 રૂપિયા

- Advertisement -

હીરો મોટોકોર્પએ ઇન્ડિયન માર્કેટમાં તેની લોકપ્રિય બાઇક ગ્લેમરની નવી બ્લેઝ એડિશન લોન્ચ કરી છે. ફેસ્ટિવલ સિઝનને ધ્યાનમાં રાખીને કંપનીએ આ બાઇક લોન્ચ કરી છે. આ બાઇકની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 72,200 રૂપિયા રાખવામાં આવી છે. તેમજ, તેમાં ઘણાં એડવાન્સ્ડ ફીચર્સ આપવામાં આવ્યાં છે. આ બાઇક મેટ વર્નિયર ગ્રે કલર અને ફંક-લાઈમ યલો ગ્રાફિક્સ સાથે લોન્ચ કરવામાં આવી છે.

એન્જિન ડિટેલ્સ

  • હીરો ગ્લેમર બ્લેઝમાં 125ccનું BS6 એન્જિન આપવામાં આવ્યું છે, જે એક્સસેન્સ પ્રોગ્રામ ફ્યુઅલ ઇંજેક્શન ટેકનોલોજીથી સજ્જ છે. આ એન્જિન 7500rpm પર 10.7bhp પાવર અને 6000rpm પર 10.6Nm ટોર્ક જનરેટ કરે છે. કંપની i3S (આઇડોલ સ્ટાર્ટ-સ્ટોપ સિસ્ટમ) અને ઓટો સેલ ટેકનોલોજી સાથે બ્લેઝ પર્ફોર્મન્સ અને કમ્ફર્ટ સાથે આવે છે.
  • બાઇકના ફ્રંટમાં 240mm ડિસ્ક બ્રેક મળશે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 180mm છે. બાઇક રિયલ રોડ પ્રેઝન્સ સાથે રાઇડિંગ કમ્ફર્ટ આપે છે. ખાસ વાત એ છે કે બાઇકમાં હેન્ડલ પર USB ચાર્જર અને સાઇડ સ્ટેન્ડ ઇન્ડિકેટર આપવામાં આવ્યું છે. એટલે કે લાંબી મુસાફરી કરનાર રાઇડરને હવે સ્માર્ટફોન ચાર્જિંગનું ટેન્શન નહીં રહે.

નવી એડિશનથી યંગ રાઇડરને ઓપ્શન મળ્યા

  • હીરો મોટોકોર્પમા સેલ્સના હેડ અને આફ્ટર સેલ્સના હેડ નવીન ચૌહાણે આ બાઇક વિશે જણાવતા કહ્યું કે, ગ્લેમર દેશભરમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી એવી બ્રાંડ છે જે સ્ટાઇલ અને પર્ફોર્મન્સને લીડ કરે છે. થોડા સમય પહેલા લોન્ચ થછયેલી નવી ગ્લેમર માટે ગ્રાહકો તરફથી પોઝિટિવ ફીડબેક મળ્યો છે. હવે આ બાઇકની નવી એડિશન સાથે આ બ્રાંડને દેશના યુવાનો વધુ પસંદ કરશે.
  • બીજીબાજુ, હીરો મોટોકોર્પના સ્ટ્રેટેજી હેડ માલો લે માસોને કહ્યું કે, આગામી ફેસ્ટિવ સિઝન આવતા પહેલા અમારી પાસે ટૂ-વ્હીલર્સનું મજબૂત લાઇનઅપ છે. નવી ગ્લેમર બ્લેઝ એક હાઇ ઓન એનર્જી એડિશન છે, જે યુવાનોને ખૂબ પસંદ આવશે.

હીરો ગ્લેમરની તમામ એડિશનની કિંમત

મોડેલ કિંમત
ગ્લેમર (સેલ્ફ સ્ટાર્ટ, ડ્રમ બ્રેક, એલોય વ્હીલ) 71,000 રૂપિયા
ગ્લેમર (સેલ્ફ સ્ટાર્ટ, ડિસ્ક બ્રેક, એલોય વ્હીલ) 74,500 રૂપિયા
ગ્લેમર બ્લેઝ એડિશન 72,200 રૂપિયા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular