જાન્યુઆરી 2021 માં ઘરેલુ માર્કેટમાં વધુ ગાડીઓના વેચાણની સાથે હીરો મોટોકોર્પ સેલ્સ ચાર્ટમાં ટોપ પર

0
11

જાન્યુઆરી 2021માં ઘરેલુ માર્કેટમાં 4,67,753 ગાડીઓના વેચાણની સાથે હીરો મોટોકોર્પ સેલ્સ ચાર્ટમાં ટોપ પર છે. તેમ છતાં, 4.2%નો વાર્ષિક ઘટાડો નોંધાયો છે કેમ કે ગત વર્ષે કંપનીએ આ જ સમયગાળામાં 4,88,069 ગાડીઓનું વેચાણ કર્યું હતું. સેલ્સ ચાર્ટમાં એક્ટિવા સૌથી વધુ વેચાણ કરનાર સ્કૂટર રહ્યું. તેમજ રોયલ એનફિલ્ડ ક્લાસિક 350એ પણ સૌથી વધુ વેચાણ કરનાર ટૂ-વ્હીલરના લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી. જાણો ગત મહિને કયા ટૂ-વ્હીલર સૌથી વધુ વેચાયા હતા…

જાન્યુઆરી 2021માં સૌથી વધુ વેચાયેવા ટૂ-વ્હીલર

1. હીરો સ્પ્લેન્ડર- હીરોએ ગત મહિને 2,25,382 સ્પ્લેન્ડર મોટરસાયકલનું વેચાણ કર્યું હતું. તેમાં વાર્ષિક 1.26%નો વધારો છે. ગત વર્ષે આ જ સમયગાળામાં કંપનીએ કુલ 2,22,578 સ્પ્લેન્ડરનું વેચાણ કર્યું હતું.

2. હોન્ડા એક્ટિવા- સેલ્સ ચાર્ટમાં સ્પ્લેન્ડર પછી હોન્ડાનું પોપ્યુલર સ્કૂટર એક્ટિવા બીજા સ્થાન પર છે. જાન્યુઆરી 2020માં કુલ 2,34,749 એક્ટિવાનું વેચાણ થયું. જો કે, તેમાં વાર્ષિક 9.84%નો ઘટાડો નોંધાયો છે, કેમ કે જાન્યુઆરી 2020માં કંપનીએ 2,11,660 એક્ટિવા વેચી હતી.

3. હીરો HF ડીલક્સ- તે હીરોની સૌથી વધારે વેચાયેલી મોટરસાયકલ છે. સેલ્સ ચાર્ટમાં ડીલક્સ ત્રીજા નંબરે છે. ગત મહિને કુલ 1,34,860 ડીલક્સનું વેચાણ થયું હતું. જો કે વાર્ષિક 29.71%નો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન 1,91,875 ડીલક્સનું વેચાણ થયું હતું.

4. હોન્ડા CB શાઈન- શાઈનના વેચાણમાં વાર્ષિક રીતે સૌથી વધારે 128%નો ગ્રોથ રહ્યો. ગત મહિને હોન્ડાએ કુલ 1,16,222 CB શાઈન મોટરસાયકલ વેચી હતી. જ્યારે ગત વર્ષે આ જ સમયગાળામાં કંપનીએ માત્ર 50,931 શાઈનનું વેચાણ કર્યું હતું.

5. બજાજ પલ્સર- બજાજની પોપ્યુલર મોટરસાયકલ પલ્સર સેલ્સ ચાર્ટમાં પાંચમાં સ્થાન પર છે. જાન્યુઆરીમાં કુલ 97,580 પલ્સર વેચાઈ હતી, જ્યારે ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન 68,354 પલ્સર વેચાઈ હતી. વાર્ષિક રીતે તેમાં 42.76%નો વધારે નોંધાયો છે.

6. TVS XL100- XL100 આ વખતે પણ TVSનું સૌથી વધારે વેચાણ કરનાર ટૂ-વ્હીલર રહ્યું. જાન્યુઆરીમાં તેના 59,007 યુનિટ વેચાયા હતા. વાર્ષિક 12.34%ની વૃદ્ધિ નોંધાઈ. ગત વર્ષે જાન્યુઆરીમાં તેના 52,252 યુનિટ વેચાયા હતા.

7.TVS જ્યુપિટર- એક્ટિવા બાદ જ્યુપિટર સૌથી વધુ વેચાણ કરનાર સ્કૂટર રહ્યું. જાન્યુઆરીમાં તેના કુલ 51,952 યુનિટ વેચાયા હતા, જ્યારે ગત વર્ષે આ જ સમયગાળામાં તેના માત્ર 38,689 યુનિટ વેચાયા હતા. વાર્ષિક રીતે 34.28%નો વધારો થયો છે.

8. સુઝુકી એક્સેસ- 125CCનું આ સ્કૂટર સેલ્સ ચાર્ટમાં 8મા ક્રમે છે. જાન્યુઆરીમાં તેના કુલ 45,475 યુનિટ વેચાયા હતા, જ્યારે ગત વર્ષે આ જ સમયગાળામાં તેના 54,595 યુનિટનું વેચાણ થયું હતું. વાર્ષિક 16.70%નો ઘટાડો નોંધાયો છે.

9. હીરો પેશન- પેશનના વેચાણમાં વાર્ષિક આધારે 60.42%નો વધારો નોંધાયો, તેમ છતાં પેશન સેલ્સ ચાર્ટમાં 9મા ક્રમે છે. જાન્યુઆરીમાં હીરોએ 43,162 પેશન મોટરસાયકલ વેચી હતી, જ્યારે ગત વર્ષે આ જ સમયગાળામાં કુલ 26,905 પેશન વેચી હતી.

10. એનફિલ્ડ ક્લાસિક-350- ક્લાસિક 350ના વેચાણમાં વાર્ષિક આધારે સામાન્ય વધારો થયો છે. જાન્યુઆરીમાં કંપનીએ 40,875 ક્લાસિક 350 મોટરસાયકલ વેચી હતી, જ્યારે ગત વર્ષે આ જ સમયગાળામાં 40,834 ક્લાસિક 350 મોટરસાયકલ વેચી હતી. આવનાર મહિનામાં આ આંકડો વધવાની આશા છે કેમ કે કંપની તેનું નેક્સ્ટ જનરેશન મોડેલ લોન્ચ કરવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here