લોન્ચ : હીરો Xtreme160R મોટરસાયરલ લોન્ચ, પ્રારંભિક એક્સ શોરૂમ કિંમત રૂ. 99,950; ઘણા ફર્સ્ટ-ઈન-સેગમેન્ટ ફીચર્સથી સજ્જ છે

0
3

હીરો મોટોકોર્પે Xtreme160R મોટરસાયકલ લોન્ચ કરી દીધી. તેના ફ્રન્ટ ડિસ્ક વેરિઅન્ટની પ્રારંભિક કિંમત 99,950 રૂપિયા છે. જ્યારે તેના ફ્રન્ટ રિઅર ડિસ્ક વેરિઅન્ટની દિલ્હી એક્સ શોરૂમ કિંમત 1.03 લાખ રૂપિયા છે.

તે 2019માં ઈન્ટરનેશનલ ઓટોમોટિવ શો EICMAમાં શોકેસ કરવામાં આવેલી 1.R કોન્સેપ્ટથી ઈન્સ્પાયર્ડ છે. કંપનીએ તેને સૌથી પહેલાં હીરો વર્લ્ડ 2020 ઈવેન્ટમાં રજૂ કરી હતી, જેને જયપુરમાં સેન્ટ ફોર ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી (CIT)માં હોસ્ટ કરવામાં આવી હતી. ભારતમાં 2020 Xtreme 160Rની ટક્કર TVS અપાચે RTR 160 4V, બજાજ પ્લસર NS 160 અને  સુઝુકી જિક્સર જેવી લોકપ્રિય મોટરસાયકલ સાથે થશે.

એન્જિનમાં શું ખાસ છે

  • તેમાં ફ્યુઅલ ઈન્જેક્શનથી સજ્જ 160cc એર કૂલ્ડ BS6 કમ્પ્લાયન્ટ એન્જિન છે, જે 8500rpm પર 15PS પાવર પ્રોડ્યૂસ કરે છે, જ્યારે 6500rpm પર 14Nm ટોર્ક જનરેટ કરે છે.
  • કંપનીનો દાવો છે કે, તે 0થી 60 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં માત્ર 4.7 સેકન્ડનો સમય લે છે.
  • સસ્પેંશન ડ્યુટી માટે તેમાં 37mm ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક્સ અને 7-સ્ટેપ એડજસ્ટેબલ રિઅર મોનોશોક છે.
  • કંપનીના જણાવ્યા પ્રમાણે, તેમાં 130 / 70-17 ઈંચના રેડિયલ રિઅર ટાયર્સ છે, જે તમામ રાઈડિંગ કંડીશનમાં સારી પકડ પ્રદાન કરે છે.
  • ડ્યુઅલ ડિસ્ક (ફ્રન્ટ અને રિઅર) 276mm ફ્રન્ટ અને 200mm રિઅર પેટલ ડિસ્ક બ્રેક છે. બાઈકમાં 170mmનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળે છે.

ફર્સ્ટ-ઈન સેગમેન્ટ ફીચર્સથી સજ્જ 

  • નવી Xtreme 160R ફર્સ્ટ ઈન સેગમેન્ટ LED પેકેજની સાથે જોડવામાં આવી છે, તેમાં ફૂલ LED હેડલેમ્પ, રિઅર H સિગ્નેચર,  LED ટેલલેમ્પ અને હેઝાર્ડ લાઈટ સ્વિચની સાથે  LED ટર્ન ઈન્ડિકેટર્સ છે. તે ત્રણ કલર ઓપ્શન પર્લ સિલ્વર વ્હાઈટ, વાઈબ્રન્ટ બ્લૂ, સ્પોર્ટ્સ રેડમાં ઉપલબ્ધ છે.
  • કંપનીના જણાવ્યા પ્રમાણે, જ્યારથી Xtreme 160Rને હીરો વર્લ્ડ 2020 ઈવેન્ટમાં શોકેસ કરવામાં આવી હતી, ત્યારથી અમને તેના કોમર્શિયલ લોન્ચ માટે મોટી સંખ્યામાં લોકોની રિક્વેસ્ટ મળી રહી છે.  અમને વિશ્વાસ છે Xtreme 160R અમને સેગમેન્ટમાં પોતાની લોકપ્રિયતા વધારવામાં મદદ કરશે.