હર્ષલ પટેલે જણાવ્યું કે, તેને ખરીદવામાં આવ્યો ત્યારે જ સ્પષ્ટતા કરી દેવામાં આવી હતી

0
2

આઇપીએલની પ્રારંભિક મેચમાં જ પાંચ વિકેટ ઝડપી બેંગ્લોરના મુંબઈ સામેના વિજયમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા હર્ષલ પટેલે જણાવ્યું હતું કે તેને દિલ્હી પાસેથી ખરીદવામાં આવ્યો ત્યારે જ તેને સ્પષ્ટતા કરી દેવામાં આવી હતી કે તેને ડેથ ઓવરોમાં એટલે કે ઇનિંગ્સની અંતિમ ઓવરોમાં બોલિંગ કરવાની છે. તેના લીધે હું પોતે મારો પોતાનો ગેમ પ્લાન ઘડી શક્યો હતો. હર્ષલ પટેલે આઇપીએલમાં તેનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ કરતાં ૨૭ રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. તેણે આ સિદ્ધિ નોંધાવનારા આરસીબીના ત્રીજા બોલર બનવાની સિદ્ધિ મેળવી હતી.

વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે ડેથ ઓવરોમાં હર્ષલ પટેલ શાનદાર બોલર છે. હર્ષદ તેની પોતાની બોલિંગની ક્ષમતા જાણે છે અને તે તેને ધ્યાનમાં રાખીને જ આયોજન કરે છે. તે જાણે છે કે તેણે અત્યંત મુશ્કેલ કાર્ય પાર પાડવાનું છે. તેણે કહ્યું હતું કે આટલી સ્પષ્ટતાના લીધે તેને સુનિયોજિત રીતે બોલિંગ કરવામાં મદદ મળી હતી.

હર્ષલ પટેલે જણાવ્યું હતું કે ચેન્જ ઓફ પેસ અને સ્લો યોર્કર તેની જબરજસ્ત તાકાત છે. એક સમયે બોલ રિવર્સ પણ થતો હતો. યોર્કર અને ધીમો બોલ તે આજની રમતનું મહત્ત્વનું પાસું છે. હર્ષલે જણાવ્યું હતું કે તે લગભગ છેલ્લી બે સીઝનથી સ્લોઅર યોર્કર નાખી રહ્યો છે. તેને ફક્ત આજની મેચના સંદર્ભમાં જ જોવાની જરૃર નથી. ટ્રેનિંગ સેશન દરમિયાન પણ મેં તેના પર ખાસ્સી મહેનત કરી છે. આઇપીએલમાં રમતી વખતે ગમે ત્યારે સ્થિતિ પટલાઈ શકે છે. મુંબઈ ઇન્ડિયન્સ સામે પાંચ વિકેટ ઝડપવાના લીધે હર્ષલ બેંગ્લોર વતી અને અત્યાર સુધી બીજી કોઈપણ ટીમ વતી પાંચ વિકેટ નોંધાવનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. આઇપીએલમાં અત્યાર સુધી કોઈપણ બોલર મુંબઈ ઇન્ડિયન્સ સામે પાંચ વિકેટની સિદ્ધિ નોંધાવી શક્યો નથી. જો કે ઇનિગમાંતેનો પ્રારંભ ખરાબ રહ્યો હતો, પહેલો બોલ જ નોબોલ પડયો હતો અને તેના લીધે મળેલા વધારાના બોલમાં ક્રિસ લીને છગ્ગો ફટકાર્યો હતો અને પછી સૂર્યકુમાર યાદવે ચોગ્ગો ફટકારતા તેની પહેલી ઓવરમાં પંદર રન ગયા હતા. જો કે જ્યારે તેને બીજા ચેન્જ તરીકે બોલાવાયો ત્યારે તેણે હાર્દિક પંડયાની વિકેટ ઝડપી હતી અને અંતિમ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here