હાઈ બ્લેક ડ્રેસમાં ગજબ લાગી રહી છે ઉર્વશી રૌતેલા, Pics Viral

0
60

હાઈ બ્લેક ડ્રેસમાં ગજબ લાગી રહી છે ઉર્વશી રૌતેલા, Pics Viral

બૉલીવુડ એક્ટ્રેસ અને પૂર્વ મિસ ઈન્ડિયા ઉર્વશી રૌતેલા અવારનવાર પોતાની સ્ટાઈલને લઈ ચર્ચામાં રહેતી હોય છે પરંતુ આ વખતે પોતાની બૉલ્ડ ચોઈસને કારણે તે ચર્ચામાં બની છે. જણાવી દઈએ કે હાલમાં જ થયેલ એક ઈવેન્ટમાં ઉર્વશી રૌતેલા હાઈ સ્લિટ બ્લેક ડ્રેસમાં જોવા મળી. જો કે, અગાઉ વાણી કપૂર અને નુસરત ભરૂચા પણ હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી હતી, જે જોઈને એવું લાગી રહ્યું છે કે બૉલીવુડમાં ફરી એકવાર હાઈ સ્લિટ ડ્રેસનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

બ્લેક ડ્રેસમાં ધમાલ

જણાવી દઈએ કે હાલમાં જ એક અવોર્ડ શોમાં ઉર્વશી બ્લેક હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી. તેના આ ડ્રેસને અલબિના ઘ્યાલાએ ડિઝાઈન કર્યો છે. ઉર્વશીએ પોતાના આ લુકને સિલ્વર પીપટો હીલ્સ અને ચંકી રિંગ્સ અને બ્રેસ્લેટ સાથે કંપ્લીટ કર્યો. આની સાથે જ તેમણે સ્ટેટમેન્ટ ઈયરિંગ્સ પણ પહેરી છે.

બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ

કાતિલ અદાઓની વાત હોય કે બ્યૂટીફૂલ દેખાવાની, બોલિવૂડમાં કેવી રીતે પોતાની એક અલગ ઇમેજ ઊભી કરવી તે આ નવી ઉભરતી અભિનેત્રીએ શીખી લીધું છે.

બોલ્ડ સ્ટાર

લાંબા સમયથી બોલીવૂડમાં કોઇ બોલ્ડ અને બ્યૂટીફૂલ અભિનેત્રીની જગ્યા ખાલી છે. લાગે છે કે ઉર્વશી આ જ જગ્યાને ભરવાની કોશિષ કરી રહી છે. અને તેથી પણ વિશેષ તેને કેમેરા સામે હોટ કેમ દેખાવવું તે સારી રીતે આવડે છે.

બોલ્ડ સીન

હેટ સ્ટોરી 4માં ઉર્વશી રૌતેલાએ કેટલાય બોલ્ડ સીન્સ આપ્યા હતા.

ચોંકાવી દીધા

ઉર્વશી આમ તો બોલ્ડ અવતારમાં જોવા મળી ચૂકી છે પરંતુ હેટ સ્ટોરીમાં તેની બોલ્ડનેસે પણ ચોંકાવી દીધા.

પહાડી હસીના

ઉર્વશીનો જન્મ 25 ફેબ્રુઆરી 1994ના રોજ ઉત્તરાખંડના કોટદ્વારમાં થયો હતો. તેણે ઉત્તરાખંડથી જ પોતાનો અભ્યાસ પૂરો કર્યો.

15 વર્ષમાં કમાલ

તે હંમેશાથી શોઝબિઝનો ભાગ બનવા ઈચ્છતી હતી. જેણે માત્ર 15 વર્ષની ઉંમથી જ બ્યૂટી પેજેન્ટ કૉન્ટેસ્ટમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું.

ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે ઉર્વશી

ઉર્વશી રૌતેલાએ મોડેલિંગ અને ફેશનની દુનિયાથી ફિલ્મોમાં પગલં ભર્યું. ઉર્વશી પોતાના ગ્લેમરસ અંદાજ માટે ઓળખાય છે. તેમણે ફિલ્મ સિંહ સાહબ ધી ગ્રેટથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તેના નામ પર સનમ રે, હેટ સ્ટોરી 4 અને ગ્રેટ ગ્રાન્ડ મસ્તી જેવી ફિલ્મો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here