Saturday, April 20, 2024
Homeટોપ ન્યૂઝહાઈકોર્ટની ટિપ્પણી : દિલ્હીમાં થયેલા કોમી તોફાનો પૂર્વયોજિત

હાઈકોર્ટની ટિપ્પણી : દિલ્હીમાં થયેલા કોમી તોફાનો પૂર્વયોજિત

- Advertisement -

કેન્દ્ર સરકારના સીએએના વિરોધ વખતે દિલ્હીમાં 23 ફેબ્રુઆરી, 2020ના રોજ કોમી તોફાનો ફાટી નિકળ્યા હતા. આ સમયે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ દિલ્હીમાં હતા.

આ તોફાનો અંગે દિલ્હી હાઈકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યુ છે કે, દિલ્હીમાં જે હિંસા થઈ તે અચાનક નહોતી પણ પૂર્વયોજીત હતી. કોર્ટે આ ટિપ્પણીના સમર્થનમાં કેટલાક વિડિયોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

દિલ્હી હિંસાના એક આરોપીની જામીન અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ ટિપ્પણી કરી હતી અને કહ્યુ હતુ કે, દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડવા માટે અગાઉથી આયોજન કરીને હિંસા કરવામાં આવી હતી.

હાઈકોર્ટે કહ્યુ હતુ કે, વિડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે, સરકારના કામકાજને અસ્ત વ્યસ્ત કરવા માટે અને જન જીવનને ખોરવી નાંખવા માટે પહેલેથી યોજના બનાવી હતી. સીસીટીવી કેમેરાની હિંસા પહેલા વ્યવસ્થિત રીતે તોડફોડ કરવામાં આવી હતી અને આ બાબત પણ પૂર્વયોજિત કાવતરા તરફ ઈશારો કરે છે.

હાઈકોર્ટે કહ્યુ હતુ કે, સેંકડો તોફાનીઓએ પોલીસની એક ટુકડી પર દંડા, હોકી સ્ટિક અને બેટ વડે હુમલો કર્યો હતો. સાથે સાથે હાઈકોર્ટે તોફાનના ઓરોપીની જામીન અરજી પણ ફગાવી દીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular