Saturday, September 25, 2021
Homeહાઇકોર્ટ : દુકાનમાં માસ્ક નીચે ઉતારીને કામ કરતો હોય તેની સામે પાસા,...
Array

હાઇકોર્ટ : દુકાનમાં માસ્ક નીચે ઉતારીને કામ કરતો હોય તેની સામે પાસા, ખુલ્લા મોઢે બિન્દાસ્ત રાજકીય રેલીઓ કરનારને પતાસા

કોરોનાની બીજી લહેર તેની ઊંચાઇ પર હતી ત્યારે અસારવા નજીકના મેડિકલ સ્ટોરના વેપારીએ માસ્ક નીચે ઉતારીને દુકાનમાં કામ કરતા હતા. તેની કોરોના ગાઇડલાઇનના ભંગ કરવા બદલ ધરપકડ બાદ તેની સામે પાસા લગાવાઈ હતી. આ અંગે વેપારીએ હાઇકોર્ટમાં પાસા રદ કરવા અરજી કરી હતી.

જેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ટકોર કરી હતી કે, મેડિકલ સ્ટોરવાળો પોતાની દુકાનમાં માસ્ક નીચે ઉતારીને કામ કરતો હોય તેની સામે પાસા કરો છો? અને ખુલ્લા મોઢે બિન્દાસ્ત રાજકીય રેલીઓ કરનારને પતાસા? આ બધુ કયા જઇને અટકશે? તમે પણ વિચાર કરો આપણે કેવા વાતાવરણ વચ્ચે જીવી રહ્યા છીએ? કોઇ યોગ્ય જવાબ છે તમારી પાસે? નિયમો બનાવો છો તો તેનું પાલન પણ બધા માટે હોય છે ને? શું કામ કોઇ સીધા અને શાંતિથી કામ કરતા લોકોને પજવો છો? અને પાસા? માસ્ક નહી પહેરવા બદલ પાસા કેવી રીતે કરાય?

તમે ડોકટરોને અને મેડિકલ સ્ટોરવાળાને રેમડેસિવિર ઇન્જેકશન માટે પાસા કરો છો?

હાઇકોર્ટે સુનાવણી દરમિયાન એવી ટકોર કરી હતી કે, તમે નર્સ, ડોકટરોને અને મેડિકલ સ્ટોરવાળાને રેમડેસિવિર ઇન્જેકશન સાથે પકડાય તો પાસા કરો છો? સ્ટાફ નર્સ એક દર્દી માટે 4 રેમડેસિવિર ઇન્જેકશન લાવી હોય અને બે ઇન્જેકશન આપી દીધા બાદ દર્દીનું મૃત્યુ થાય તો વધેલા 2 ઇન્જેકશન તેની પાસેથી મળે તો તેને પાસામાં ન નાખી દેવાય. આ બધા કોરોના વોરિયરને પાસા થાય તે કેવું કહેવાય? અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ હાઇકોર્ટે રેમડેસિવિર ઇન્જેક્શનના મુદ્દે પાસા કરવા અંગે સરકારને આડે હાથે લીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments