ગાંધીનગર : રાજ્યમાં ઉદ્યોગ, ધંધા-રોજગારના ક્ષેત્રે પુનઃનિર્માણ-પુનઃગઠન માટે રચેલી હાઈપાવર કમિટિએ CMને વચગાળાનો અહેવાલ સોંપ્યો

0
0

ગાંધીનગર. મુખ્યમંત્રીએ કોવિડ-19ની  સ્થિતિ બાદ રાજ્યમાં આર્થિક ગતિવિધિઓ-ઉદ્યોગ-વેપાર-ધંધા-રોજગાર સહિતના ક્ષેત્રોના પુનઃનિર્માણ-પુનઃગઠનની ભલામણો સૂચવવા રચેલી ઉચ્ચસ્તરીય સમિતિનો વચગાળાનો અહેવાલ મુખ્યમંત્રીને સુપ્રત કર્યો હતો. પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને રચાયેલી આ સમિતિએ બે સપ્તાહમાં તૈયાર કરેલો વચગાળાનો અહેવાલ-ઇન્ટરીમ રિપોર્ટ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને આજે મળેલી પ્રથમ બેઠકમાં સુપ્રત કર્યો હતો.

આજે પ્રથમ બેઠક મળી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોના વાઈરસ કોવિડ-2019ની સ્થિતિ બાદ રાજ્યમાં આર્થિક પુન:નિર્માણ પગલાં અને રાજકોષિય-ફિઝિકલ પુનર્ગઠનની ભલામણો માટે પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને એક  ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે. આ ઉચ્ચસ્તરીય કમિટીની બેઠક મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાઇ હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૃષિ મંત્રી આર. સી. ફળદુ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ તેમજ ઊર્જા મંત્રી સૌરભ પટેલ પણ આ બેઠકમાં જોડાયા હતા.

IIM અમદાવાદના પૂર્વ પ્રાધ્યાપક સહિત 6 સભ્યો

6 સભ્યોની આ સમિતિમાં વિવિધ આર્થિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત જે તજ્જ્ઞોનો પણ સમાવેશ કરાયો છે તેમાં વિજય રૂપાણીએ આ સમિતિમાં IIM અમદાવાદના પૂર્વ પ્રાધ્યાપક પ્રો. રવિન્દ્ર ધોળકીયા, જાણીતા ટેક્ષ કન્સલટન્ટ મૂકેશ પટેલ, ફાયનાન્સીયલ એકસપર્ટ પ્રદિપ શાહ, પૂર્વ આઇ.એ.એસ. અધિકારી કિરીટ શેલત અને સભ્ય સચિવ તરીકે GIDCના એમ.ડી. એમ. થેન્નારસનની નિયુકતી કરી છે.  આજે યોજાયેલી આ કમિટીની પ્રથમ બેઠકમાં આ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here