સેક્સ લાઇફ માટે અત્યંત જરૂરી: કોન્ડોમનો ઉપયોગ કરનાર માટે જાણવા જેવી બાબત

0
188

સુરક્ષિત સેક્સની ઇચ્છા રાખનાર લોકો માટે કોન્ડોમ શ્રેષ્ઠ વિકલ્પ છે. ત્યારે ઘણા લોકોનો સવાલ છે કે શું છે કોન્ડોમ? આ વિશે નવવિવાહિત લોકોને જાણવુ ખૂબ જરૂરી બને છે. જણાવી દઇએ કે, કોન્ડોમ ઘણા પાતળા રબરનો શેલ છે. આનો ઉપયોગ ગર્ભાવસ્થાથી બચવા માટે કરવામાં આવે છે. મહિલાથી સંબંધ સ્થાપિત કરવા દરમિયાન પુરષ તેને પોતાના પ્રાઇવેટ પાર્ટ પર લગાવે છે જેથી મહિલાનાં ગર્ભાશયમાં સ્પર્મને જતા રોકી શકાય છે. જો તેનો ઉપયોગ બરાબર કરવામાં આવે તો તે ગર્ભાવસ્થાનાં રિસ્કને 85 ટકાથી 98 ટકા સુધી ઓછુ કરી દે છે.

આપને જણાવી દઇએ કે, આ 100 ટકા સલામત નથી. કેટલાક લોકોને તેનાથી એલર્જી થતી હોવાનુ પણ સામે આવ્યુ છે, તેઓ માટે પોલીયુરથેનથી બનેલા કોન્ડોમનો ઉપયોગ વધુ સારો બની શકે છે. કોન્ડોમનાં ઉપયોગને કારણે, જાતીય રોગનું જોખમ ઘટે છે. તે એચ.આઇ.વી. પોઝિટિવ જેવા ખતરનાક રોગોનાં જોખમને પણ ઘણી હદ સુધી ઘટાડી દે છે.

જણાવી દઇએ કે, કોન્ડોમ ખૂબ જ નાજૂક હોય છે અને તેનો ઉપયોગ કરવામાં ખામી આવતા જેમ કે, આંગળીઓનાં નખ, રિંગ્સ અને કેટલીક તીક્ષ્‍ણ ચીજથી તે આસાનીથી ફાટી શકે છે. ફાટેલા કોન્ડોમનો ઉપયોગ ન કરવો જોઇએ. જો જીવનસાથી સાથે સંબંધ સ્થાપિત કરતી વખતે કોન્ડોમ ફાટી જાય છે, તો ગર્ભ નિરોધક ગોળીયોનું સેવન તુરંતજ કરવુ જોઇએ. આમ કરવાથી ગર્ભાવસ્થા અટકાવવામાં મદદ મળી શકે છે. સંબંધ સ્થાપિત કરતા પહેલા સારા ક્વોલિટીનાં કોન્ડોમનો ઉપયોગ કરવો જોઇએ. કોન્ડોમની ખરીદી પહેલા તેને ચેક કરી લો કે તે ફાટેલુ કે જુનુ તો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here