સુરત : તક્ષશિલા કાંડ : હિમાંશુ ગજ્જરના 45 દિવસના જામીન મંજૂર કરાયા

0
6

સુરત. તક્ષશિલા અગ્નિકાંડમાં સંડોવાયેલાં પાલિકાના અધિકારી હિમાંશુ ગજ્જરની વચગાળાની જામીન અરજી હાઇકોર્ટ દ્વારા મંજૂર કરાઇ છે. બચાવ પક્ષના વકીલો દ્વારા દાદ માગવામાં આવી હતી કે હિમાંશુ ગજ્જરને 80 ટકા જેટલું હાર્ટ બ્લોકેજ હોય ઓપરેશન કરાવવું જરૂરી છે. નોંધનીય છે કે અગાઉ સેશન્સ કોર્ટમાં આ અંગેની એક જામીન અરજી નામંજૂર કરાઇ હતી.

સરસાણાના તક્ષશિલા અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓના કરૂણ મોત નિપજ્યા હતા. આગ  લગાવાની ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી જેમાં 13થી વધુ આરોપીઓની ધરપકડ કરાઇ હતી. મોટાભાગના આરોપીઓની જામીન અરજી ચાર્જશીટ પહેલાં અને બાદમાં પણ નામંજૂર કરાઇ હતી. આરોપીઓને સુપ્રીમમાથી પણ રાહત મળી ન હતી. તાજેતરમાં જ આરોપી દ્વારા કરવામાં આવેલી અરજી કોર્ટે મંજૂર કરવામાં આવી હતી કોર્ટે  ચુકાદામાં ટાંક્યુ હતુ કે મેડિકલ પેપર જોતા લાગે છે કે 80 ટકા હાર્ટ બ્લોક હોય સર્જરીની જરૂર છે. આરોપીએ પોતાના ખર્ચે અને પોતે સિલેક્ટ કરેલી હોસ્પિટલમાં સર્જરી કરાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આથી 45 દિવસના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવે છે. આરોપીએ પાંચ હજારના પર્સનલ બોન્ડ આપવાના રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here