રાનૂને લઇને હિમેશ રેશમિયાએ આપ્યું મોટું નિવેદન, કહ્યું કે મંડલના વ્યક્તિગત જીવનમાં.

0
19

સોશિયલ મીડિયાની સિંગિંગ સ્ટાર રાનૂ મંડલને ફિલ્મી ગીતની તક આપનાર પ્રખ્યાત સિંગર હિમેશ રેશમિયાએ પ્રતિક્રિયા આપી છે. હિમેશે કહ્યું છે કે તે રાનૂના પર્સનલ જીવનની ઘટનાઓ અંગે ટિપ્પણી કરી શકે નહીં. જો રાનૂની ગાયિકીને લઇને મને કોઇ સવાલ કરશે તો હું જવાબ આપી શકું છું. પરંતું તેના પર્સનલ જીવનની કોઇ ઘટના પર મને ટિપ્પણી કરવાનો હક નથી.

ઉલ્લેખનીય છે કે મૂળ રૂપથી ફિલ્મ શોર માટે લતા મંગેશકરનું ગીત એક પ્યાર કા નગમા હે ગાઇને મંડલ સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થઇ હતી. તે બાદ હિમેશ રેશમિયાએ તેની પાસે એક ફિલ્મી ગીત ગાયું. રાનૂ અલગ-અલગ કારણોસર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

હિન્દી ફિલ્મના જૂના હિટ ગીતને નવી રીતે રજૂ કરવા પર રેશમિયાએ કહ્યું કે નવા સંગીતકારોમાં ખૂબ પ્રતિભા છે. પરંતુ ઘણીવખત મૌલિક સંગીત બનાવવાની જગ્યાએ જૂના હિટ ગીતને નવી રીતે પીરસવાના ચલનમાં સામેલ થઇ જાય છે. જેથી ફિલ્મ નિર્માતા તેના આ રીમિક્સ ગીતને મંજૂર કરી તેમને કામ માટે તક આપે.

વધુમાં કહ્યું, નવા સંગીતકારોને અસુરક્ષાની ભાવના છોડીને વધારેમાં વધારે મૌલિક કામ કરવું જોઇએ અને મહાન સંગીત રચવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here