Wednesday, September 29, 2021
Homeહિંમતનગર : શાળાઓના પડતર પ્રશ્નો ન ઉકેલાતા સોશિયલ મીડીયા દ્વારા વ્યાપક આંદોલન
Array

હિંમતનગર : શાળાઓના પડતર પ્રશ્નો ન ઉકેલાતા સોશિયલ મીડીયા દ્વારા વ્યાપક આંદોલન

બિનસરકારી અનુદાનિત તથા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પડતર પ્રશ્નો રાજય સરકાર દ્વારા ન ઉકેલાતા ૧ ઓગસ્ટથી ૭ દિવસ માટે રાજયના રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘે સોશિયલ મીડીયા દ્વારા વ્યાપક આંદોલન ચલાવવાનો નિર્ણય કારોબારી બેઠકમાં કર્યો છે. શૈક્ષિક મહાસંઘે ૧ ઓગસ્ટથી પ્રથમ તબક્કાના આદોલનનું રણશીંગુ ફુંકી દીધુ છે.

રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘની રાજય લેવલની કારોબારી બેઠક મળતા તેમાં બિનસરકારી અનુદાનિત અને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પડતર પ્રશ્નો ન ઉકેલાતા તા. ૧ ઓગસ્ટ ૨૦૨૧ થી ૭ દિવસ માટે વિવિધ સોશિયલ મીડીયા દ્વારા આંદોલન ચલાવવાનો નિર્ણય કરાયો છે. રાજય ભરમાં ચાલનારા આંદોલન માટે મહાસંઘ દ્વારા આંદોલન સમીતીની પણ રચના કરવામાં આવી હતી. જે સસમિતિના સભ્ય અને ઉચ્ચ. માધ્ય. વિભાગના અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટે જણાવ્યુ હતું કે બિનસરકારી અનુદાનિત અને સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પડતર પ્રશ્નો જેવા કે શિક્ષણ સહાયકોની ૫ વર્ષની નોકરી, ૭મા પગાર પંચના બાકી હપ્તા, ફાજલના કાયમી રક્ષણનો સુધારા ઠરાવ, હાઈકોર્ટના ચુકાદા બાદ પણ જુના શિક્ષકની લંબાયેલી ભરતી પ્રક્રિયા, આર્ચાયની નિમણુંક વખતે તા. ૫-૦૧-૬૫ના ઠરાવ મુજબ તમામને એક ઈજાફાનો લાભ, જુની પેન્શન યોજનાનો અમલ, શિક્ષણ સહાયકોની બદલી, સહાયકોને ફીકસ પગારના વધારાનો તફાવત, સુરક્ષાચક્ર તથા અન્ય પ્રશ્નોનો લાબા સમયથી ઉકેલ ન આવતા શિક્ષકોમાં નિરાશા સાથે વ્યાપક વિરોધ ઉભો થવા પામ્યો છે.

જે પડતર પ્રશ્નોના ઉકેલ માટે અગાઉ શિક્ષણમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીને પણ રજુઆતો કરવામાં આવી હતી. તેમ છતાં આ દિશામાં કોઈ નકકર કાર્યવાહી ન થતા રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘની રાજય કારોબારી બેઠકમાં સર્વાનુમતે ૭ દિવસના સોશિયલ મીડીયા દ્વારા આંદોલન શરૂ કરવાનો નિર્ણય કરાયો છે.આંદોલન સંદર્ભે વધુ વિગતો આપતા આંદોલન સમીતીના સભ્યોએ જણાવ્યુ હતંુ કે તા. ૧ ઓગસ્ટથી ૭ ઓગસ્ટ ૨૦૨૧ સુધી પ્રથમ તબક્કાનુ સોશીયલ મીડીયા દ્વારા ઉગ્ર વિરોધ સાથે પડતર પ્રશ્નોના ઉકેલ માટે આંદોલન કરવા નક્કી કરાયુ છે. જે આંદોલન દરમ્યાન પડતર પ્રશ્નો સંલગ્ન તમામ શિક્ષકો પોતાની માંગ સાથેનો ફોટો તથા સેલ્ફી પોતાની શાળાના બેનર, શાળાના બ્લેક બોર્ડ પર માંગણીઓ સંદર્ભે સુત્રો લખી સોશીયલ મીડીયા જેવા કે ફેસબુક, ઈન્સટાગ્રામ, ટ્વીટર તથા અન્ય પર અપલોડ કરી શેર કરવા રાજય કારોબારીએ આહ્વાન કર્યુ છે. પ્રથમ તબક્કાના આ કાર્યક્રમ બાદ બીજા તથા ત્રીજા તબક્કાના કાર્યક્રમો જાહેર કરાશે તેમ આંદોલન સમીતીના સભ્યએ જણાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments