Tuesday, September 28, 2021
Homeહિના ખાનનાં પિતાનું કાર્ડિયાક અરેસ્ટને અવસાન
Array

હિના ખાનનાં પિતાનું કાર્ડિયાક અરેસ્ટને અવસાન

હિના ખાનના પિતાનું મગળવારે અવસાન થયું હતું. રિપોર્ટ પ્રમાણે, હિનાનાં પિતાનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને લીધે થયું. દુઃખની વાત તો એ છે કે, પિતાનાં મૃત્યુ સમયે હિના તેમની સાથે નહોતી. તે શૂટિંગને લીધે શ્રીનગર ગઈ હતી. હિના તેના પિતાની લાડલી હતી. ઘણીવાર હિના સોશિયલ મીડિયા પર પિતા સાથે ફોટોઝ શેર કરતી રહેતી હતી.

મંગળવારે રાત્રે એક્ટ્રેસ શ્રીનગરથી મુંબઈ આવી હતી

મંગળવારે રાત્રે એક્ટ્રેસ શ્રીનગરથી મુંબઈ આવી હતી

પિતાનાં નિધનની જાણ થતા હિના ખાન મંગળવારે રાતે મુંબઈ એરપોર્ટ પહોંચી હતી. અહીં પાપારાઝીએ ફોટો અને વીડિયો લેવા માટે એક્ટ્રેસને કેદ કરી લીધી હતી. હિના ખાન સતત બોલી રહી હતી કે, પ્લીઝ મને જવા દો. આ ઘટના પર બિગ બોસ કન્ટેસ્ટન્ટ વિકાસ ગુપ્તાએ ગુસ્સે થઇને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેણે લખ્યું કે, કોઈકના પિતાનું અવસાન થયું છે તે પોતાના ઘરે જવા માટે વિનંતી કરી છે અને તમને લોકો એવું બોલી રહ્યા છો કે ફેસ પર લાઈટ કર! આ ઘણું ખરાબ છે. અંકલની આત્માને શાંતિ મળે.

લોકડાઉન દરમિયાન પિતાએ હિનાના કાર્ડ બ્લોક કર્યા હતા

હિનાના પિતાએ લોકડાઉન દરમિયાન કડક નિયમોનું પાલન કરાવવા એક્ટ્રેસના તમામ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ બ્લોક કરી દીધા હતા. આ બાબતે તેણે વીડિયો પણ શેર કર્યો હતો. બાપ-દીકરી અવાર-નવાર વીડિયો પોસ્ટ કરતા રહેતા હતા.

ગયા વર્ષે હિના ખાન રમઝાન મહિનામાં બીમાર પડી હતી. ત્યારે તેના પિતાનો ધમકાવતો વીડિયો તેણે શેર કર્યો હતો. હિના ખાનના પિતાએ કહ્યું હતું કે એક્ટ્રેસને નાનપણથી જ દવા લેવી પસંદ નથી અને દવા ના લેવાના બહાના શોધે છે.

ઈન્સ્ટા સ્ટોરીમાં વીડિયો શૅર કર્યાં

હિનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વીડિયોની એક સીરિઝ શૅર કરી હતી. આ વીડિયોમાં હિના ખાન તથા તેના પિતા વચ્ચે બોલાચાલી થાય છે. પિતાની ફરિયાદ હતી કે દવા લીધા વગર ઠીક કેવી રીતે થવાશે. જેના પર એક્ટ્રેસ કહે છે કે તેણે એક ટેબલેટ ફેંકી દીધી હતી પરંતુ બીજી લઈ લીધી હતી. થોડીક દલીલો બાદ પિતા હિના ખાનને કહે છે કે તે નાનપણથી દવા લેવામાં બહાના બનાવે છે.

લૉકડાઉનને લીધે 10 વર્ષમાં પહેલીવાર પરિવાર માટે સમય મળ્યો

હિનાએ થોડાં દિવસ પહેલાં જ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં કહ્યું હતું કે દર વર્ષે કામને કારણે તે વ્યસ્ત રહેતી હતી. આથી જ તે ક્યારેય પરિવાર સાથે રમઝાનમાં રહી શકતી નહોતી. જોકે, લૉકડાઉન દરમિયાન રમઝાન મહિનો આવતા હિના ઘણી જ ખુશ હતી.

‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ની અક્ષરાનાં રોલથી હિના ખાન દરેક ઘરમાં ફેમસ થઇ ગઈ હતી. એ પછી તેણે ‘કસોટી ઝિંદગી કે 2’માં કોમોલિકાનો રોલ પ્લે કર્યો હતો. જે દર્શકોને ઘણો ગમ્યો હતો. ટીવી રિયાલીટી શો ‘બિગ બોસ 11’માં હિના દેખાઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments