Thursday, April 17, 2025
HomeબોલીવૂડBOLLYWOOD: બ્રેસ્ટ કેન્સરના કારણે હીના ખાનનો ઓટીટી પ્રોજેક્ટ છિનવાયો

BOLLYWOOD: બ્રેસ્ટ કેન્સરના કારણે હીના ખાનનો ઓટીટી પ્રોજેક્ટ છિનવાયો

- Advertisement -

ટીવી એકટ્રેસ હીના ખાને બ્રેસ્ટ કેન્સરના કારણે એક ઓટીટી પ્રોજેક્ટ ગુમાવ્યો હોવાનું કહેવાય છે. ‘રાપ્ચિક રીટા’ નામના વેબ શોમાં તેને સ્થાને અદા શર્માને કાસ્ટ કરવામાં આવી હોવાની ચર્ચા છે.

હીના ખાને તાજેતરમાં જ પોતાને બ્રેસ્ટ કેન્સર હોવાનું જાહેર કર્યું હતું. તે પછી તેણે પોતાના લાંબા વાળ કપાવી નાખ્યા હોવાના તથા તેનાં શરીર પર બર્ન ઈન્જરી જેવા ડાઘ હોવાના ફોટા પણ વાયરલ થયા છે. આ વેબ શોમાં હીનાને રિપ્લેસ કરી દેવામાં આવી હોવાની વાતથી તેના ચાહકો ભારે નારાજ થઈ ગયા છે.  કેટલાક ચાહકોએ કોમેન્ટ કરી છે કે સર્જકોએ હીના સ્વસ્થ થાય ત્યાં સુધી રાહ જોઈ જેવાની જરુર હતી. કેટલાકે લખ્યું હતું કે હીનાના કપરા સમયે તેની સાથે આવો વર્તાવ બહુ શરમજનક કહેવાય. જોકે, કાસ્ટમાં આ ફેરફાર અંગે અદા શર્મા કે પછી શોના સર્જકો તરફથી અધિકૃત રીતે કશું જણાવાયું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular