હિન્દુ અને જૈન મંદિરોને તોડીને મસ્જિદ બનાવાઈ હતી, 27 મંદિરોને ફરીથી બનાવવાની અરજી પર સાકેત કોર્ટમાં આજે સુનાવણી

0
10

કુતુબ મીનારમાં હિન્દુ અને જૈન મંદિરોને ફરીથી બનાવવા અને નિયમિત પૂજા-પાઠનો અધિકાર આપવાની અરજી પર દિલ્હીની સાકેત કોર્ટમાં આજે ફરી સુનાવણી થશે. પિટીશનર્સનો દાવો છે કે કુતુબ મીનારની કુવ્વત-ઉલ-ઈસ્લામ મસ્જિદ ત્યાંના મંદિરોને તોડીને બનાવવામાં આવી હતી. ત્યાં 27 મંદિરો હતા. આ મામલામાં જે 3 લોકોએ અરજી કરી છે, તેમણે પોતાની સાથે-સાથે જૈન તીર્થકર ઋષભદેવ અને ભગવાન વિષ્ણુને પણ પિટીશનર બનાવ્યા છે.

અરજદારની 5 મુખ્ય દલીલો

1.મુગલ શાસક કુતુબુદ્દીન એબકના સમયે કુતુબ-મીનાર કોમ્પલેક્સમાં સ્થિત મંદિરોને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી. કુતુબુદ્દીન એબક મંદિરોને સંપૂર્ણ રીત ધારાશય કરી શકયા નહિ. આ કારણે તેમણે થોડો ભાગ તોડીને તેના જ મટિરિયલમાંથી મસ્જિદ બનાવવામાં આવી.

2. હાલના કોમ્પલેક્સની દીવાલો, સ્તંભ અને છત પર દેવી-દેવતાઓના ચિત્ર અને ધાર્મિક ચિન્હો બનાવવામાં આવ્યા છે. તેમાં ભગવાન ગણેશ, વિષ્ણુ, યક્ષ-યક્ષિણી, દ્વારપાલ, પાર્શ્વનાથ, મહાવીર, નટરાજના ચિત્ર અને મંગળ કળશ, શંખ, ગદા, શ્રીયંત્ર, ઘટ અને પવિત્ર કમળના ચિન્હ સામેલ છે.

3. કોમ્પ્લેક્સના 9 ઈનર અને આઉટર સ્ટ્રકચર પ્રાચીન હિન્દુ અને જૈન મંદિરના આર્કિટેક્ચરના પ્રતિક છે. કોરિડોર સંપૂર્ણ રીતે વૈદિક સ્ટાઈલમાં બનેલું છે. તેમાં સ્તંભો પર બનેલા પવિત્ર ચિન્હોને દેખાડનારી ગેલેરીઝ છે.

4. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા(ASI)ના સક્ષિપ્ત ઈતિહાસમાં પણ કુતુબ-મીનારમાં મંદિરોને તોડીને મસ્જિદ બનાવવાનો ઉલ્લેખ છે.

5. એ વાત પણ મહત્વની છે કે વિવાદિત સાઈટને કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મહત્વની સ્મારક જાહેર કરી હતી. હાલ ASI તેની દેખરેખ કરી રહી છે.

પિટીશનર્સની માંગ

કેન્દ્ર સરકારને નિર્દેશ આપવામાં આવે કે એક ટ્રસ્ટ બનાવવામાં આવે. આ ટ્રસ્ટના એડમિનિસ્ટ્રેશનની યોજના બન્યા પછી મંદિર કોમ્પલેક્સનું મેનેજમેન્ટ ટ્રસ્ટને સોંપવામાં આવે.

કેન્દ્ર સરકાર અને ASIને રિપેરિંગ, કન્સ્ટ્રક્શનના કામ, પૂજા-દર્શનની વ્યવસ્થામાં દખલગીરી કરવાથી રોકવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here