Monday, December 5, 2022
Homeદેશબુરખો પહેરવાનો ઈનકાર કરતી હિન્દુ પત્નીની પતિએ કરી હત્યા

બુરખો પહેરવાનો ઈનકાર કરતી હિન્દુ પત્નીની પતિએ કરી હત્યા

- Advertisement -

હિજાબ અને બુરખાને લઈને પહેલા ભારતમાં અને હવે ઈરાનમાં ચાલી રહેલી બબાલ વચ્ચે મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે મુંબઈમાં ઈકબાલ મહેમૂદ નામના વ્યક્તિએ પોતાની પત્નિ રુપાલીની ચાકુના ઘા ઝીંકીને હત્યા કરી નાંખી છે. જેની પાછળનુ કારણ એવુ છે કે, રુપાલી બુરખો પહેરવાનો અને મુસ્લિમ રિવાજોનુ પાલન કરવાનો ઈનકાર કરી રહી હતી. એટલુ જ નહી ઈકબાલની બળજબરીથી કંટાળીને તેણે છુટાછેડાની માંગણી કરી હતી.

પોલીસના કહેવા પ્રમાણે ચેમ્બૂર વિસ્તારની આ ઘટના છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રુપાલીએ ઈકબાલ સાથે ત્રણ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે લગ્ન બાદ રુપાલી હિન્દુ હોવાથી ઈસ્લામિક રિવાજોનુ પાલન કરતી નહોતી. જેનાથી ઈકલાબ અને તેના પરિવારજનો નારાજ હતા. તેઓ રુપાલી પર બુરખો પહેરવાનુ દબાણ કરતા હતા પણ રુપાલી માનતી નહીં હોવાથી ઘરમાં ઝઘડા થતા હતા.

એ પછી રુપાલી અને ઈકબાલે અલગ અલગ રહેવાનુ શરુ કર્યુ હતુ. ફોન પર બંને વચ્ચે વાતચીત થઈ હતી પણ રુપાલી બુરખો પહેરવાનો ઈનકાર કરતી રહી હતી. ઈકબાલેૃ શેખે રુપાલીને સોમવારે મળવા માટે બોલાવી હતી. આ દરમિયાન ફરી બુરખો પહેરવા અંગે  બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. એ પછી ઈકબાલે ચાકુ કાઢીને રુપાલીના ગળા પર ઘા માર્યા હતા અને તે ભાગી ગયો હતો. રુપાલી ઘટના સ્થળ પર જ મોતને ભેટી હતી. પોલીસે બાદમાં ઈકબાલની ધરપકડ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular