હિન્દુસ્તાનને તોડવાની ભાષા સહન નહીં કરવામાં આવશે : સંજય રાઉત

0
40

નવી દિલ્હી, 07 જાન્યુઆરી (હી.સ.) શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યુ, ‘હિન્દુસ્થાન તોડવાની ભાષા, કોઈ પણ કીમતે સહન કરવામાં નહિ આવે. મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે અયોધ્યા જશે અને રામલલ્લાના દર્શન કરશે. તેમને આમ કરવામાં કોઈ તાકત રોકી નહિ સકે’.

 

મંગળવારે પત્રકારો સાથે વાતચીતમાં તેમણે જણાવ્યુ કે, ‘ઉદ્ધવ ઠાકરે ચૂંટણી પહેલા જ અયોધ્યા દર્શન માટે ગયા હતા. મુખ્ય મંત્રી બન્યા બાદ પણ તેમને જવુ હતુ, પણ સમય અનુકુળ નહોતો થયો’. ગેટ વે ઓફ ઇન્ડીયા પર પ્રદર્શન કરી રહેલ, કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા લગાવેલ ફ્રી કાશ્મીરના બેનરોના સમર્થન કરતા તેમણે કહ્યુ, ‘તેઓ કાશ્મીરમાં લોકો પર મુકાયેલ પ્રતિબંધ માંથી, મુક્તિ માટે કરી રહ્યા છે. કાશ્મીરમાં ઈંટરનેટ, મોબાઈલ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. લોકોના અવર-જવર પર પ્રતિબંધ છે. એટલે તેઓ ઈચ્છે છે, તે બધા માંથી મુક્તિ મળે. આ આંદોલન કાશ્મીરને હિન્દુસ્થાન માંથી તોડવા સાથે નહિ થવુ જોઈએ’. તેમણે આગળ કહ્યુ, ‘જો કાશ્મીરને હિન્દુસ્થાન થી તોડવાની વાત કરાશે, તો તેને કોઈ પણ કીમતે સહન કરવામાં નહિ આવે. જેમ જેએનયુ માં મહોરું પહેરીને લોકો આવ્યા હતા, અને બધાને માર્યા છે, તે નિદનીય ઘટના છે. જો તમારે તમારી ભાવના જ વ્યક્ત કરવી હોય તો, માસ્કની શું જરૂર ? અંધારામાં તો ચોર, ડાકુ અને લુટેરાઓ, આતંકવાદીઓ મહોર પહેરીને આવે, અને આવા કામ કરે. આ વાતની તપાસના આદેશ કેંદ્રીય ગૃહ મંત્રી એ આપી દીધા છે. વહેલી તકે તે બધી વાતો સામે આવી જશે’.

રાઉતે કહ્યુ, ” કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ઘરે-ઘરે જઈને સીએએ અને એનસીઆરના સમર્થનમાં વાત કરી રહ્યા છે. અમિત શાહ આદરણીય ગૃહ મંત્રી છે. મંત્રાલય માં ઘણા કામ પડયા છે, તે છોડીને આવા કામ કરે તે તેમને શોભા નથી આપતુ ! “

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here