દહેગામ : નગરપાલિકાના ચીફ ઓફીસરની બદલી થતા તેમનો વિદાય સમારંભ યોજવામા આવ્યો

0
23

દહેગામ નગરપાલિકાના કોર્પોરેટરો, પ્રમુખ અને કર્મચારીઓએ ચીફ ઓફીસરને આસ્રુભીની આંખે વિદાય આપી તેમની કાર્યશૈલીની સરાહના કરવામા આવી.

ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકાના ચીફ ઓફીસર સતીષ પટેલ છેલ્લા સાડા ત્રણ વર્ષથી દહેગામ નગરપાલિકામા સેવા આપીને આજે તેમની બદલી પાલનપુર થતા તેમને સન્માનીત કરી નગરપાલિકા કચેરીએ તેમનો વિદાય સમારંભ રાખવામા આવ્યો હતો.

બાઈટ : સતીષ પટેલ, નગરપાલિકા ચીફ ઓફીસર

તેમા નગરપાલિકાના પ્રમુખ બીમલભાઈ અમીન, કોર્પોરેટર પીંટુભાઈ અમીન, દહેગામ શહેર ભાજપ પ્રમુખ, કારોબારી ચેરમેન, નગરપાલિકા ઉપપ્રમુખ, અને નગરપાલિકા કોર્પોરેટરો અને સરકારી કર્મચારીઓ તેમજ શહેરના અગ્રણી આગેવાનો તેમજ મહીલા કર્મચારીઓ આજના આ પ્રસંગને અનુરૂપ મોટી સંખ્યામા હાજર રહીને આ પ્રસંગને અનુરૂપ વિદાય થઈ રહેલા ચીફ ઓફીસર સતીષ પટેલને ફુલહાર પહેરાવી ભેટ સોગાદો આપી તેમને અસ્રુભીની આંખે વિદાય આપી હતી અને તેમને તેમના સાડા ત્રણ વર્ષના શાસનકાળ દરમીયાન જે ૩૦ કરોડની ગ્રાન્ટ અપાવી દહેગામ શહેરને વિકાસવંતુ બનાવનાર ચીફ ઓફીસરની ખુબ જ સરાહના કરવામા આવી હતી અને આ પ્રસંગે આજે નગરપાલિકાના કેટલાક કર્મચારીઓ તેમને વિદાય આપતા આસ્રુભીની આંખે રડી પડ્યા હતા. અને આ પ્રસંગમા નગરપાલિકાની કચેરીમા આજે એક સારા ઓફીસરની બદલી થતા તમામ નગરપાલિકામા દુખની લાગણી વ્યક્ત થવા પામી હતી.

 

  • આજે દહેગામ નગરપાલિકામા આજના વિદાય સમારંભમા નગરપાલિકાના પ્રમુખ, કોર્પોરેટરો અને સરકારી કર્મચારીઓ ભેગા મળી તેમને સન્માનીત કરી ભાવભીની આંખે વિદાય આપી હતી
  • તેમના સાડા ત્રણ વર્ષના શાસનકાળ દરમીયાન તેમને ૩૦ કરોડની ગ્રાન્ટ લાવીને દહેગામ શહેરને વિકાસવંતુ બનાવ્યુ છે
  • આજે આ પ્રસંગને અનુરૂપ દહેગામમા ચુંટાયેલા પ્રતિનિધિઓ, સરકારી કર્મચારીઓ અને આગેવાનો મોટી સંખ્યામા હાજર રહેવા પામ્યા હતા

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here