Monday, September 20, 2021
Homeશેમ્પુ અને કન્ડિશનર કરવાની આ છે યોગ્ય રીત, રાખવું પડશે ખાસ વાતોનું...
Array

શેમ્પુ અને કન્ડિશનર કરવાની આ છે યોગ્ય રીત, રાખવું પડશે ખાસ વાતોનું ધ્યાન

આજકાલની લાઇફસ્ટાઇલ પ્રમાણે ઘણા લોકો શેમ્પુ અને કન્ડીશનરનો ઉપયોગ વાળને સ્વચ્છ, મુલાયમ અને ચમકદાર બનાવવા માટે કરો છો. પરંતુ જો તેને ખોટી રીતે વાળમાં લગાવવામાં આવે તો તમારા વાળ ડ્રાય લાગે છે અને ધીમે-ધીમે તે બેજાન થઇ જાય છે. તે પછી તમારું શેમ્પુ અને કન્ડીશનર કેટલું મોંઘું કેમ ન હોય, પરંતુ તેને યોગ્ય રીતે વાળમાં શેમ્પુ અને કન્ડિશનર કરવાથી જ તમને સારુ પરિણામ મળી શકે છે. તો ચાલો જોઇએ શેમ્પુ અને કન્ડિશનરનો યોગ્ય ઉપયોગ કરવાની રીત..

– શેમ્પુ અને કન્ડિશનરના ઉપયોગ કરવાથી વાળ ખૂબ મુલાયમ થાય છે. પરંતુ તેને ઉપયોગ કરવાની રીત યોગ્ય હોવી જોઇએ. શેમ્પુ વાળથી લઇને તેના મૂળ સુધીની ત્વચાને સ્વચ્છતા રાખવામાં મદદ કરે છે. જે વાળમાંથી ધૂળ અને ગંદકીને બહાર નીકાળે છે.

– શેમ્પુ લગાવીને થોડોક સમય રોકાવું જોઇએ. શેમ્પુ લગાવ્યા પછી વાળને નવશેકા પાણીથી ધોવા જોઇએ. ગરમ પાણીથી હેર ફોલિકલ એટલે કે વાળના મૂળ યોગ્ય રીતે ખુલેલા છે. જેનાથી તેની સ્વચ્છતા યોગ્ય રીતે થાય છે.

– કન્ડિશનર લગાવવાની રીતે તેનાથી અલગ છે. કન્ડિશનર હંમેશા વાળની વચ્ચેથી લઇને છેલ્લે સુધી લગાવવામાં આવે છે. કન્ડિશનર લગાવ્યા પછી ઠંડા પાણીથી વાળ ધોવા જોઇએ. આમ કરવાથી ખુલી ગયેલા હેર ફોલિકલ બંધ થઇ જાય છે.

– વાળ પર કલર, આયરનિંગ તથા સ્ટ્રેટ કરતા પહેલા હેર પ્રોટેક્ટર એટલે કે સીરમનો ઉપયોગ જરૂરથી કરવો જોઇએ. આયરનિંગ કરવાથી ગરમ હવા માથાના વાળમાં જાય છે અને તેનાથી વાળના મૂળિયાને સ્થાયી નુકસાન પહોંચાડે છે. ગરમ હવા વાળા હેર ડ્રાયરનો પ્રયોગ ન કરો.

– જૂના હેર બ્રશ, કાંસકો કે મેકઅપનું બ્રશ નિયમિત રીતે સાફ કરો. પરંતુ તેમા એકઠી થયેલી ગંદકીથી પણ તમને સંક્રમણ થઇ શકે છે. તે સિવાય અન્ય લોકોનો કાંસકો બને ત્યાં સુધી તેનો ઉપયોગ ન કરવો જોઇએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments