ફૂટબોલ રેકોર્ડ્સ : લિવરપૂલે રચ્યો ઇતિહાસ, ઘરમાં 64 મેચથી હાર્યું નથી, 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

0
6

ઇંગ્લેન્ડની ફૂટબોલ ટૂર્નામેન્ટ પ્રીમિયર લીગ (EPL)માં લિવરપૂલે ઇતિહાસ રચ્યો છે. ટીમ ઘરેલૂ મેદાન પર 64 મેચથી હારી નથી. લિવરપૂલે આ સિદ્ધિ રવિવારે રાત્રે લીસેસ્ટર સિટીને 3-0થી હરાવીને મેળવી. ક્લબે પોતાનો જ 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.

 

લિવરપૂલે 64માંથી 53 મેચ જીતી, જ્યારે 11 મુકાબલા ડ્રો રહ્યા. આ દરમિયાન ક્લબે 169 ગોલ કર્યા છે. આ પહેલા ક્લબે ફેબ્રુઆરી 1978થી ડિસેમ્બર 1980 વચ્ચે 63 મેચ સુધી હારનો સામનો કર્યો નહોતો. ત્યારે જાન્યુઆરી 1981માં લીસેસ્ટર સિટીએ જ તેને હરાવીને વિનિંગ સ્ટ્રીક તોડી હતી.

લીસેસ્ટરના ઇવાન્સે આત્મઘાતી ગોલ કર્યો

મેચની 21મી મિનિટમાં લીસેસ્ટરના પ્લેયર જોની ઇવાન્સે આત્મઘાતી ગોલ કર્યો હતો. આ સાથે લિવરપૂલે 1-0ની લીડ મેળવી લીધી હતી. તે પછી 41મી મિનિટે લિવરપૂલના ડિએગો જોટા અને પછી 86મી મિનિટમાં રોબર્ટો ફર્મિનોએ ગોલ કરીને ટીમને મોટી જીત અપાવી હતી.

સાલાહ સહિત 6 મોટા ખેલાડીઓ વિના રમી લિવરપૂલ

આ મેચમાં લિવરપૂલની ટીમ પોતાના 6 મોટા પ્લેયર્સ વિના રમી હતી. તેમ છતાં 3-0થી જીતી. તેમના 6 મોટા ખેલાડીઓ મોહમ્મ્દ સાલાહ, થિએગો અલસાંતરા, એલેક્ઝેન્ડર- આર્નલ્ડ, જોર્ડન હેન્ડરસન, વર્જિલ વેન ડિક અને જો ગોમેઝ રમ્યા નહોતા.

ડિએગો જોટા શરૂઆતની ચાર ઘરેલૂ મેચોમાં ગોલ કરનાર લિવરપૂલનો પ્રથમ ખેલાડી બન્યો છે.
(ડિએગો જોટા શરૂઆતની ચાર ઘરેલૂ મેચોમાં ગોલ કરનાર લિવરપૂલનો પ્રથમ ખેલાડી બન્યો છે.)

 

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના હમવતન પોર્ટુગલના ડિએગો જોટાએ લિવરપૂલ વતી રમતા ઇતિહાસ રચ્યો છે. તેણે ઘરેલૂ મેદાન પર સતત 4 મેચોમાં ગોલ કર્યા છે. તે આવું કરનાર લિવરપૂલનો પ્રથમ ખેલાડી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here