અયોધ્યામાં ઈતિહાસ રચાશે : અનોખો દિપોત્સવી કાર્યક્રમ

0
0

લખનઉ : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યાગી આદિત્યનાથે રાજ્યનું શાસન સંભાળ્યું ત્યારથી અયોધ્યામાં દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે અયોધ્યામાં ત્રણ લાખથી પણ વધારે દીવા પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ સૃથાપવામાં આવ્યો હતો ત્યારે આ વર્ષે ગત વર્ષનો રેકોર્ડ તોડીને નવો કીર્તિમાન સ્થાપવામાં આવશે.
અયોધ્યામાં રામ જન્મભૂમિ પર ત્રીજી વખત દીપોત્સવના આયોજનની તૈયારીઓ ચાલી રહી છે અને ૨૬મી ઓક્ટોબરને ધ્યાનમાં રાખીને સમગ્ર અયોધ્યા નગરીને દુલ્હનની માફક શણગારવામાં આવી છે. યોગી આદિત્યનાથે થોડા દિવસો પહેલા જ કેબિનેટ મારફતે અયોધ્યાને ‘રાજ્ય મેળા’નો દરજ્જો અપાવ્યો હતો.


અયોધ્યામાં સમગ્ર પ્રશાસન ત્રણ દિવસના દીપોત્સવની તૈયારીમાં લાગ્યું છે અને ત્રીજા દિવસે એટલે કે, ૨૬મી ઓક્ટોબરને શનિવારે ફરી એક વખત અયોધ્યામાં ઈતિહાસ રચાશે. પ્રશાસને પાંચ લાખ ૫૧ હજાર દીવા પ્રગટાવવાનો દાવો કર્યો છે જેથી ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોડ્‌ર્ઝની ટીમ દ્વારા ‘રામ કી પૌડી’ પર નજર રાખવામાં આવશે.
અંતિમ ઘડી સુધી ‘રામ કી પૌડી’ના જીર્ણોદ્ધારનું કામ ચાલું રહ્યું હતું તથા અધિકારીઓ અને કર્મચારીઓ રંગરોગાન, લાઈટ, કલર વગેરે કામો
પાછળ ધ્યાન આપી રહ્યા હતા. યોગી આદિત્યનાથ આજના દીપોત્સવમાં હાજર રહેશે અને તેમણે યુપીની ગાદી સંભાળી ત્યારથી અયોધ્યામાં દીપોત્સવ ઉજવાઈ રહ્યો છે.
આ વર્ષે સતત ત્રીજી વખત અયોધ્યામાં દીપ પ્રાગટયનો ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. ગત વર્ષે અયોધ્યામાં ત્રણ લાખ કરતા પણ વધારે દીવા પ્રગટાવવામાં આવ્યા હતા અને આ વર્ષે જૂના રેકોર્ડને તોડી નવો રેકોર્ડ સૃથાપવાની તૈયારીઓ થઈ ચુકી છે.રામ જન્મભૂમિ પર દરેક સૃથળે સઘન સુરક્ષા વ્યવસૃથા ગોઠવવામાં આવી છે અને ઉત્તર પ્રદેશની પોલીસ અયોધ્યાના પ્રાચીન મંદિરોની ગલીઓથી લઈને સરયૂ નદીના તટે દીપોત્સવ સૃથળ સુધી મોર્ચો સંભાળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here