અમદાવાદ : વસ્ત્રાપુરમાં હિટ એન્ડ રન, સગીર કાર ચાલકે ઝાડ નીચે બેઠેલી મહિલાને કચડી મારી

0
7

અમદાવાદ. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની સામેની ફુટપાથ પાસે બપોરે બાવળના ઝાડ નીચે બેસીને છાંયડો લઇ રહેલી એક વૃદ્ધા અને એક મહિલા પરથી સગીર વયના ઈનોવા ચાલકે કાર ચલાવી દીધી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી વૃદ્ધા અને મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં મહિલાનું મોત નિપજ્યું હતુ. જોકે કારચાલક કિશોર કાર મુકીને ભાગી ગયો હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

ઈનોવા ગાડીના ચાલકે બંને મહિલાના શરીર પરથી કાર ચલાવી દીધી

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન તેમજ દૂરદર્શન ટાવર સામેની ફૂટપાથ ઉપર રહેતા કાંતાબહેન રમણાભાઇ દંતાણી (70) અને પાડોશમાં રહેતા રાણકબહેન રમેશભાઇ દેવીપૂજક(55) રવિવારે ઝાડ નીચે બેસીને છાંયડો લઇ રહ્યા હતા. ત્યારે ત્યાંથી પૂર ઝડપે પસાર થઇ રહેલા ઈનોવા ગાડીના ચાલકે બંને મહિલાના શરીર પરથી કાર ચલાવી દીધી હતી, જોકે અકસ્માત થતા જ કાર ચાલક કિશોર કાર મુકીને ત્યાંથી ભાગી ગયો હતો. બંને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન રાણકબહેનનું મૃત્યુ થયું હતું.  જ્યારે કાંતાબહેન હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગે ટ્રાફિક એ ડિવિઝન પોલીસે કાર ચાલક કિશોર વિરુદ્ધ ગુનો નોંધી કાર કબજે કરી તેને શોધવાની દિશામાં પ્રયાસો તેજ કર્યો છે.

લોકોએ પાડેલા ફોટોના આધારે તપાસ

અકસ્માત થતા જ કિશોરે કાર રોકી દીધી હતી. જોકે તે ત્યાંથી ભાગે તે પહેલા ભેગા થયેલા લોકોએ કિશોરના તેમજ ગાડીના ફોટા પાડી દીધા હતા અને તે ફોટા પોલીસને પણ આપ્યા છે, જેના આધારે પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here