અમદાવાદ : અમરાઇવાડી : ઉછીના પૈસાની તકરારમાં યુવકને ફટકાર્યો : પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ.

0
10

ઉછીના પૈસાની તકરારમાં યુવકને ફટકારતા તેને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે યુવકે બે વ્યક્તિઓ સામે અમરાઇવાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પૈસા માગ્યા બાદ પત્નીને આમ તેમ કરીશ તેવી પણ આરોપીઓ ધમકી આપતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શહેરના અમરાઇવાડી વિસ્તારમાં દિપક કિશોરભાઇ ગોસ્વામી પોતાની પત્ની અને પરિવાર સાથે રહે છે. કિશોર રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન કરે છે. તેમણે થોડા સમય પહેલાં તેમના મિત્ર લાલભાઇ સુમરા પાસેથી ઉછીના પૈસા લીધા હતા. પરંતુ તે પરત કરી શક્યો ન હતો. ગઇકાલે રાત્રે દિપક પોતાની રીક્ષા લઇ રાત્રે લાલાભાઇ સુમરાએ ફોન કરી ઉછીના પૈસાની પરત લેવાની વાત કરી હતી. ત્યારબાદ પોલીસ ચોકી પાસે બોલાવ્યો હતો. જેથી દિપક પોતાની રીક્ષા લઇ પોલીસ ચોકીએ પહોંચ્યો હતો. ત્યારે લાલભાઇ સુમરા અને તેના મિત્રએ પૈસાની તકરારમાં ગાળો આપી હતી અને માર મારવા લાગ્યા હતા.

આ સમયે એવી પણ ધમકી આપી હતી કે, જો પૈસા પરત નહીં કરે તો તારી પત્નીને આમ તેમ કરીશ. ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં દિપકને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

આ અંગે અમરાઇવાડી પોલીસને જાણ થા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં દિપકે લાલભાઇ અને તેના સાગરીત સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here