HIV દર્દીઓને હાર્ટ અટેક આવવાનું જોખમ વધુ હોય છે, વધુ પ્રમાણમાં તમાકુનો ઉપયોગ હૃદય રોગનું મુખ્ય કારણ બને છે

0
33

હેલ્થ ડેસ્કઃ HIVથી પીડિત લોકોને હૃદય અને રક્તવાહિની સંબંધિત રોગો થવાનું જોખમ એ લોકોની સરખામણીએ વધુ હોય છે જે આ વાઇરસથી ચેપગ્રસ્ત નથી. સર્ક્યુલેશન નામની જર્નલમાં પ્રકાશિત થયેલા એક નવાં વૈજ્ઞાનિક નિવેદન અનુસાર, અસરકારક એન્ટિરેટ્રોવાઇરલ થેરપીએ HIVને જીવલેણ રોગમાંથી એક એવા રોગમાં રૂપાંતરિત કરી દીધો છે જેને મોટાભાગે નિયંત્રિત કરી શકાય છે.

આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ખાણી-પીણી, જીવનશૈલી સંબંધિત અયોગ્ય ખોરાક અને તમાકુના ઉપયોગ જેવા પરંપરાગત પરિબળો અને HIV સંબંધિત પરિબળો જ્યારે ભેગા થાય છે ત્યારે ચેપગ્રસ્ત દર્દીઓમાં હૃદય અને રક્તવાહિનીઓ સંબંધિત રોગો થવાનું જોખમ વધી જાય છે. તેનાથી હાર્ટ અટેક આવવાનો ચાન્સ પણ વધે છે.

તમાકુનો ઉપયોગ હૃદય સંબંધિત રોગોનું મુખ્ય પરિબળ છે અને HIVથી પીડિત લોકો મોટાભાગે તમાકુ ચાવતાં હોય છે. આ ઉપરાંત, HIVથી ચેપગ્રસ્ત લોકોમાં દારૂનો વધુ ઉપયોગ, નશો કરવો, ગભરાટ, ઓછી શારીરિક પ્રવૃત્તિઓ વગેરે સમસ્યાઓ સામાન્ય રીતે જોવા મળે છે. આ કારણોસર જ તેમને હૃદય સંબંધિત રોગો થવાનું જોખમ વધી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here