રિસર્ચ : કેરળમાં કોરોનાવાઈરસના દર્દીઓને એચઆઈવીની દવા આપવામાં આવી, દર્દીઓ પર સકારાત્મક અસર થઈ

0
11

હેલ્થ ડેસ્ક. કેરળમાં પહેલી વખત ડોક્ટરોએ કોરોના વાઈરસના દર્દીઓની સારવાર માટે એચઆઈવી ડ્રગનો ઉપયોગ કર્યો છે. એચવાઈવી ડ્રગના કોમ્બિનેશનમાં લોપીનાવીર અને રિટોનાવિર દવા સામેલ છે જેને કેરળના એર્નાકુલમ મેડિકલ કોલેજમાં દાખલ કોરોનાના દર્દીઓને આપવામાં આવી છે. મનોરમાની એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, હોસ્પિટલમાં કોરોનાના ત્રણ દર્દીઓ દાખલ થયા છે, તેમાં એક બાળક પણ છે. દર્દીઓને આ દવાનું કોમ્બિનેશન આપવામાં આવ્યું છે અને હવે તેમની સ્થિતિમાં સુધારો છે.

શું છે ડ્રગની વિશેષતા

લોપીનાવીર અને રિટોનાવિર એન્ટી રેટ્રોવાઈરલ દવા છે. જે એડ્સના વાઈરસ (એચઆઈવી)ને શરીરમાં પ્રવેશતા અટકાવે છે. જો કે, તાજેતરમાં કરવામાં આવેલ એક રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, આ દવા નવી કોરોના વાઈરસના દર્દીઓ માટે યોગ્ય છે. ભારત હાલમાં આ બંને દવા આફ્રિકાના દેશોમાં નિકાસ કરે છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના ICMR (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) એ આ વાતની મંજૂરી આપી છે કે, Covid-19ની સારવારમાં એન્ટી એચઆઈવી દવાઓનો ઉપયોગ કરી શકાય છે.

રાજસ્થાન અને ઓરિસ્સામાં પણ ઉપયોગ થયો

કોરોનાના કેસમાં ડ્રગના આ કોમ્બિનેશનનો ઉપયોગચીનના વુહાન સહિત દુનિયાના ઘણા ભાગમાં કરવામાં આવ્યો છે . રાજસ્થાન અને ઓરિસ્સાની હોસ્પિટલમાં આ કોમ્બિનેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

દર્દી પર સકારાત્મક અસર

ઈટાલીથી ભારત આવેલ દંપતીની સારવારમાં લોપીનાવીર અને રિટોનાવિર કોમ્બિનેશનનો ઉપયોગ કરવામાં આવ્યો. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડીજી ડોક્ટર બલરામ ભાર્ગવના જણાવ્યા પ્રમાણે, દંપતીની સંમતિ લઈને બંને દવાઓ આપવામાં આવી હતી. તેની અસર સારી હતી. 14 દિવસ બાદ તેઓ હવે લગભગ સ્વસ્થ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here