હોકી લિજેન્ડ બલબીર સિંહ સીનીયરને હ્રદયનો દુઃખાવો ઉપડતા હોસ્પિટલમાં દાખલ, હાલત અત્યંત નાજુક

0
0

મહાન હોકી ખેલાડી અને ત્રણ વાર ઓલમ્પિક સુવર્ણ પદક જીતેલા બલબીર સિંહ સિનિયરને મંગળવારે સવારે હ્રદયનો હુમલો થતા તેમને મોહાલી સ્થિત ફોર્ટીસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ આઈસીયુમાં ભરતી છે અને તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.

૯૬ વર્ષીય દિગ્ગજના સંબંધી કબીર સિંહ ભોમિયાએ જાણકારી આપતા જણાવ્યું હતું કે, નાનાજીને મંગળવારે સવારે હ્રદયરોગનો હુમલો આવ્યો હતો. હવે તેમને મેડીકલ આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. તેના ઘણા અંગો પ્રભાવિત થવાના કારણે શુકવારે આઠ મેના રોજ ગંભીર હાલત હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલતમાં ઘણો સુધારો થયો છે પરંતુ તેમની હાલત અત્યંત નાજુક છે.

ડોક્ટરોએ જણાવ્યું હતું કે, ડોક્ટરો ૨૪ કલાકથી ૪૮ કલાક સુધી સતત તેમની પર નજર રાખી રહ્યા છે અને ત્યારબાદ પણ તેમની હાલતને લઇ કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી. હવે તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.

બલબીર સીનીયરની શુક્રવારે તબિયત બગતા તેમને સેક્ટર ૩૬ સ્થિત તેમના ઘરની નજીક આવેલી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેઓ પોતાની દીકરી સુશ્બીર અને કબીર સાથે રહે છે. બલબીરને ગુરુવારની રાત્રે ખુબ જ વધારે તાવ હતો. પહેલા તેમના પરિવારે તેમને ઘરમાં જ “સ્પંજ બાથ” આપ્યો હતો પરંતુ સ્થિતિ ન સુધરતા તેમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here