Friday, September 17, 2021
Homeહોકી : શ્રીજેશના શાનદાર બચાવથી ભારતે ન્યૂઝીલેન્ડ પર જીત મેળવી
Array

હોકી : શ્રીજેશના શાનદાર બચાવથી ભારતે ન્યૂઝીલેન્ડ પર જીત મેળવી

ભારતીય હોકી ટીમે જીતની સાથે શરૂઆત કરી છે. વર્લ્ડ નંબર 4 ભારતે ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું. ભારત માટે હરમનપ્રીત સિંહે બે ગોલ કર્યા જ્યારે એક ગોલ રૂપિંદરપાલ સિંહે કર્યો. અંતિમ સમયમાં ગોલકીપર શ્રીજેશના શાનદાર બચાવથી ભારતે જીત મેળવી.

મેચમાં પહેલો ગોલ ન્યૂઝીલેન્ડ તરફતી પેનલ્ટી કોર્નર પર થયો. ત્યારબાદ રૂપિંદરપાલ સિંહે ટીમની વાપસી કરાવી અને તેણે 10મી મિનિટે ગોલ કર્યો. હરમનપ્રીતે 26મી અને 33મી મિનિટે ગોલ કર્યો. ભારતીય ગોલકીપર શ્રીજેશે 8માંથી 6 શોટ બચાવ્યા અને કીવી ટીમને 6 પેનલ્ટી કોર્નરમાંથી એકમાં જ સફળતા મળી. ભારત હવે રવિવારે ઓસ્ટ્રેલિયા સામે રમશે.

આપણી પેનલ્ટી કોર્નર અને ડિફેન્સ મહત્વનું સાબિત થયું
શરૂઆતના બે ક્વાર્ટરમાં બંને ટીમોએ ઓપન હોકી રમી. આપણું ડિફેન્સ અને પેનલ્ટી કોર્નર અટેક મહત્વનું સાબિત થયું. શ્રીજેશે ઘણી મહત્વની તક પર ગોલ બચાવ્યા. મનપ્રીતે પણ પહેલા હાફમાં હરીફોને તકલીફ પહોંચાડી. અંતિમ સમયમાં ટીમ દબાવમાં આવી હતી. આવા સમયમાં ભારતે વધુ સંયમમાં રહેવાની જરૂર હતી. ઓસ્ટ્રેલિયા સામે ભારતે મિડફીલ્ડ અને ડિફેન્સને મજબુત કરવાની જરૂર છે. ફોરવર્ડને સતર્ક રહેવું પડશે. કારણ કે ઓસ્ટ્રેલિયાનું અટેક કીવીથી વધુ મજબુત છે. ટોમ ક્રેગ પોતાની ઝડપથી કાંગારુના અટેકને વધુ ધારદાર બનાવશે.

ભારતની મહિલા હોકી ટીમને 5-1થી હાર મળી
ભારતીય મહિલા હોકી ટીમે હાર સાથે ટોક્યો 2020 ની શરૂઆત કરી છે. વર્લ્ડ નંબર એક નેધરલેન્ડે ભારતને 5-1થી હરાવ્યું. નેધરલેન્ડ માટે ફેલિસે 6, 43મી, માર્ગોટે 33મી, મેટલાએ 45મી મિનિટે અનેકેયા જેકલીને 52મી મિનિટે ગોલ ક્યો. ભારત માટે એકમાત્ર ગોલ સુકાની રાની રામપાલે મેચમાં 10મી મિનિટે ગોલ કર્યો. પહેલા બે ક્વાર્ટરમાં ભારતીય ડિફેન્સે રિયોમાં સિલ્વર મેડાલિસ્ટ નેધરલેન્ડને રોકવામાં નિષ્ફળ રહી. પણ અંતિમ બે ક્વાર્ટરમાં મેચ એક તરફી રહી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments