હોળી રંગોનો તહેવાર છે તેથી લોકો રંગોના આ તહેવારને જબરદસ્ત રીતે સેલિબ્રેટ કરશે. હોળી રમતી વખતે કપડા પર પણ રંગ લાગી જતો હોય છે. હોળી તો આપણે મસ્તી સાથે રમી લઇએ છીએ પરંતુ કપડા પરથી રંગ દૂર કરવાની વાત આવે તો હાલત ખરાબ થઇ જાય છે. અહીં અમે તમને કપડા પરથી રંગ દૂર કરવાની ટ્રિક્સ જણાવી રહ્યાં છીએ જેથી કપડા પર લાગેલો રંગ સરળતાથી દૂર થઇ જશે.
આ છે ટ્રિક્સ
જે કપડા પર રંગ લાગ્યો છે તેને થોડીવાર માટે લીંબુના રસમાં બોળી દો. તે બાદ અડધો કર લીંબુનો રસ કપડા પર લગાવીને મુકી દો. પછી સાબુથી કપડા સાફ કરો. કપડા પરથી રંગ નીકળી જશે.
વાસણ ધોવાનો સાબુ ફક્ત વાસણ સાફ કરવાના કામે જ નથી આવતો પરંતુ રંગ લાગેલા કપડા પરથી રંગ દૂર કરવા માટે આ ડિશવૉશ બાર પણ કામમાં આવે છે.
દહી તમારા ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે કપડા પરનો રંગ દૂર કરવામાં પણ મદદગાર સાબિત થશે. રંગ લાગેલા કપડા દહીમાં પલાળીને મુકી દો અને થોડા સમય બાદ જ્યાં રંગ લાગ્યો છે તેને હાથેથી ઘસો. બેથી ત્રણવાર આવું કરવાથી ગંર ગાયબ થઇ જશે.
ટૂથપેસ્ટ દાંત ચમકાવવાની સાથે સાથે કપડાના ડાઘ પણ દૂર કરે છે. કપડામાં જ્યાં રંગ લાગેલો છે, ત્યાં ટૂથપેસ્ટ લગાવો અને જ્યારે ટૂથપેસ્ટ સૂકાઇ જાય તો તેને સાબુથી ધોઇ નાંખો. આ રીતે રંગના ડાઘ દૂર થઇ જશે.
નેઇલપેઇન્ટ રિમૂવરને રંગ લાગેલી જગ્યા પર થોડી માત્રામાં લગાવો. તે બાદ કપડા ધોઇ નાંખો. આમ કરવાથી ડાઘ સાફ થઇ જશે.
સફેદ વિનેગર રંગ લાગેલા કપડાને સાફ કરે છે. અડધો કપ સફેદ વિનેગરને લોન્ડ્રીમાં નાંખી દો. એકવાતનું ધ્યાન રાખો કે તેનો ઉપયોગ ફક્ત કોટનના કપડામાં કરવામાં આવે છે.
કપડામાંથી રંગ દૂર કરવા માટે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકાય છે. રંગ દૂર કરવા માટે બ્લીચ સાથે બેકિંગ સોડા કારગર સાબિત થાય છે.