હોળી સાથે ગરમીના દિવસો પણ શરૂ થઇ ગયાં છે. તેથી આવા દિવસોમાં ઠંડાઇ તમને તાજગી પ્રદાન કરવામાં મદદ કરશે. તેથી આજે અમે તમને જણાવીશું પિચકારી ઠંડાઇની રેસિપી. હોળીના દિવસે આપણે ઘણીબધી વાનગીઓ ખાઇ લેતાં હોઇએ છીએ અને તેવામાં આ પકવાનોને હજમ કરવા માટે પણ આ ઠંડાઇ કારગર સાબિત થશે. સાથે જ તે પેટને પણ ઠંડુ રાખે છે. ગુલાબની પાંખડીઓ પાચનક્રિયા સરળ બનાવે છે. બદામમાં ફેટની સાથે એન્ટીઓક્સિડેંટ અને વિટામિન ઇ ભરપૂર માત્રામાં હોય છે. ચાલો બનાવીએ આ ખાસ રેસિપી.
સામગ્રી
- ફૂલ ક્રીમ મિલ્ક- દોઢ લીટર
- ખાંડ- પોણો કપ
- કેસર-સ્વાદ અનુસાર
- લીલી ઇલાયચી- 10 નંગ
- સૂકા ગુલાબના પાન-20 નંગ
- તજ- એક ટુકડો
- મરી-10
- બદામ (છાલ ઉતારીને થોડી બાફેલી)- 15
- પિસ્તા (છાલ ઉતારીને થોડા બાફેલા)- 40
- કાજૂ-10
- પાણીમાં પલાળેલા મગસ્તરીના બીજ- 3 મોટી ચમચી
- પાણીમાં પલાળેલા ખસખસ- 3 મોટી ચમચી
- ખસ સિરપ- 2 મોટી ચમચી
વિધી
આ ખાસ ઠંડાઇ બનાવા માટે એક પેનમાં દૂધ ઉકાળો. તેમાં સ્વાદાનુસાર ખાંડ અને કેસર નાંખીને સારી રીતે ઉકાળો. તેમાં લીલી ઇલાયચી, સુકા ગુલાબના પાન, મરી અને તજને પીસીને પાવડર બનાવી લો. આ પાવડરને દૂધમાં મિક્સ કરી લો.
તે બાદ એક ગ્લાસ ઠંડા દૂધમાં બદામ, પિસ્તા, કાજૂ, મગસ્તરીના બીજ અને ખસખસ મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવી લોય
આ પેસ્ટ દૂધમાં નાંખીને સારી રીતે મિક્સ કરી લો. સર્વિંગ ગ્લાસને અંદરની બાજુથી જેમની મદદથી ડેકોરેટ કરો. તે પછી કેમાં ખસ સિરપ નાંખી ઠંડાઇ ભરો. ઉપરથી ગુલાબની પાંખડીથી ડેકોરેટ કરો. તૈયાર છે ખાસ પિચકારી ઠંડાઇ.