Tuesday, September 21, 2021
HomeHoli 2019 : ભાંગ પીવા ના આ ફાયદા જાણી ને તમે થઇ...
Array

Holi 2019 : ભાંગ પીવા ના આ ફાયદા જાણી ને તમે થઇ જશો હેરાન

આયુર્વેદ અનુસાર યોગ્ય પ્રમાણમાં ભાંગનું સેવન ફાયદાકારક છે. આ એવો ઔષધીય પદાર્થ છે, જેનો પ્રયોગ ઘણી બિમારીઓને કાપવા માટે કરવામાં આવે છે. જો કે ડૉક્ટરોનું એવું કહેવું છે કે ભાંગ પીવાનું નુકસાનદાયક છે.

આયુર્વેદ કહે છે કે જો કોઇને સતત માથાના દુખાવો રહેતો હોય તો ભાંગના પાનનો રસનો અર્ક બનાવીને કાનમાં 2-3 ટીપા નાંખી દો, માથાનો દુખાવો ધીમે ધીમે બંધ થઇ જશે. પછી જડમૂળમાંથી ખતમ થઇ જશે.

એ સાચું છે કે ભાંગનું સેવન કરવાથી માનલિક સંતુલન બગડે છે, પરંતુ ડૉક્ટર એને યોગ્ય પ્રમાણમાં ઉપયોગમાં લઇને માનસિક રોગીઓની સારવાર પણ કરે છે. માનસિક રોગોમાં ચિકિત્સક એને 125 મિલીગ્રામની માત્રામાં અડધી ચમચી હિંગ મિક્સ પ્રયોગ કરે છે.

જો કોઇને ભૂખ વધારવી હોય તો યોગ્ય પ્રમાણમાં ભાંગનું સેવન કરવાથી ભૂખ વધી શકે છે. એના માટે કાળી મરી સાથે ભાંગનું ચૂર્ણ ચિકિત્સકીય પરામર્શમાં સવાર અને સાંજે દર્દીને ચટાડવી જોઇએ, જેનાથી થોડાક દિવસોમાં જ ભૂઘ વધી જાય છે.

ભાંગ પીવાની મદદથી તમે તમારું વજન ઓછું કરી શકો છો. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભાંગ પીવાથી તમે જલ્દીથી તમારું વજન ઘટાડી શકો છો. ભાંગ ઇન્સુલિન ઉત્પાદનને વિનિયમિત કરવા અને કેલેરી સેવન સ્તરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.

ભાંગની પત્તિઓ એક્ઝિમા, ખીલ અને સ્કીનની વિભિન્ન પરેશાનીઓ અને ઇન્ફેક્શનના સારવાર રૂપે કામ કરે છે. ભાંગના કેટલાક પાનને ઝીણા પીસીને ઘાવ અથવા પ્રભાવિત ભાગ પર લગાવવાના છે. એ તમારી તમામ સમસ્યા જડથી ખતમ કરી દેશે.

કોઇ પણ દુખાવામાંથી છુટકારો મેળવવા માટે ભાંગનો ઉપયોગ ઘણા લાંબા સમયથી કરવામાં આવે છે. આયુર્વેદિક માન્યતાઓ અનુસાર ભાંગનુ સેવન કરવાથી તણાવ અને દુખાવો ખતમ થઇ જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments