હોલિવૂડ એક્ટર શાયા લાબફ પર એક્સ-ગર્લફ્રેન્ડનો આરોપ- તે મહિલાઓનો યુઝ કરીને તેમને નુકસાન પહોંચાડે છે

0
10

બ્રિટિશ મ્યુઝિશિયન FKA ટ્વિગ્સે શુક્રવારે લોસ એન્જલસ સુપિરિયર કોર્ટમાં ભૂતપૂર્વ બોયફ્રેન્ડ હોલિવૂ઼ડ એક્ટર શાયા લાબફની સામે માનસિક અને શારીરિક સતામણીનો કેસ દાખલ કર્યો છે. ટ્વિગ્સ અને શાયા 2 વર્ષ સુધી રિલેશનશિપમાં હતાં. આ કેસ ટ્વિગ્સે અસલી નામ તહલિયા બારનેટના નામથી કર્યો છે. જો કે, અત્યાર સુધી શાયાની ટીમે આ કેસને લઈને કોઈ કમેન્ટ નથી કરી.

ટ્વિગ્સે આરોપ લગાવ્યા

ટ્વિગ્સે કહ્યું, ‘શિયા લાબફ એક ખતરનાક વ્યક્તિ છે, તે મહિલાઓને યુઝ કરીને તેમને નુકસાન પહોંચાડે છે. તેને મને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો છે. તે મને ડર અને અપમાનની સ્થિતિમાં છોડીને જતો રહ્યો. એક વખત તેણે મને કારમાં પછાડીને મારું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો અને ઇરાદાપૂર્વક મને સેક્સ્યુઅલ બીમારી આપવાનો પણ પ્રયાસ કર્યો.’

તે ઉપરાંત ટ્વિગ્સે શાયા લાબફ પર તેમના પરિવારથી દૂર રાખવાનો પણ આરોપ લગાવ્યો છે. ટ્વિગ્સે કહ્યું- ‘એક વખત શાયા લાબફે ડ્રાઈવ કરતી વખતે કારનો એક્સિડન્ટ કરવાની પણ ધમકી આપી હતી. તેણે પોતાના જીવનનો ડર લાગવા લાગ્યો છે.’

લાબફે કહ્યું- હું શરમ અનુભવું છું

શાયાએ ન્યૂ યોર્ક ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘હું એ સ્થિતિમાં નથી કે હું કોઈને એ જણાવી શકું કે મારા વર્તને તેણે કેવું મહેસૂસ કરાવ્યું છે. મારો ગુસ્સો કરવાની અને દારૂ પીવાની આદતનું કોઈ બહાનું નથી. મેં વર્ષોથી મારી જાતનું અને આસપાસના લોકોનું અપમાન કર્યું છે. પોતાના લોકોને દુઃખી કરવાનો મારો જૂનો ઈતિહાસ રહ્યો છે. હું તે ઈતિહાસથી શરમ અનુભવું છું અને તે લોકોની માફી માગું છું, જેમને મેં દુઃખી કર્યા. તેનાથી વધારે હું કંઈ કહી શકતો નથી.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here