ગુજરાત : 10 IPSને વધારાનો હવાલો સોંપવાનો ગૃહ વિભાગનો હુકમ

0
0

અમદાવાદ: તાજેતરમાં થયેલી આઈપીએસની બદલીને ધ્યાને રાખીને 10 અધિકારીઓને વધારાનો હવાલો સોંપવાનો ગૃહવિભાગે હુકમ કર્યો હતો.

પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલને તપાસનો હવાલો
અધિક પોલીસ મહાનિર્દેશક ડો. નીરજા ગોટરૂ રાવને કાયદો અને વ્યવસ્થાનો વધારાનો હવાલો સોંપાયો છે. જ્યારે પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલને તપાસનો હવાલો, અધિક પોલીસ મહાનિર્દેશક મનોજ શશીધરને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.નો, અધિક પોલીસ કમિશનર સુરત શહેર એચ.આર. મુલિયાણાને સંયુક્ત પોલીસ કમિશનર (સેક્ટર-1) નો હવાલો સોંપાયો છે. પોલીસ મહાનિરીક્ષક, એમ.એ. ચાવડાને આચાર્ય પોલીસ તાલીમ અકાદમી, કરાઈનો હવાલો સોંપાયો છે.

હિમાંશુ શુકલાને કોસ્ટલ સિક્યુરિટીનો હવાલો સોંપાયો
આ ઉપરાંત પોલીસ મહાનિરીક્ષક વાબાંગ જમીરને ઈન્ટેલિજન્સ-2નો હવાલો, નાયબ પોલીસ મહાનિરીક્ષક, હિમાંશુ શુકલાને કોસ્ટલ સિક્યુરિટીનો હવાલો સોંપાયો છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારને નાયબ પોલીસ મહાનિરીક્ષક સીઆઈડી (ક્રાઈમ-4)નો વધારાનો હવાલો સોંપાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here