Wednesday, September 22, 2021
Homeગૃહમંત્રી અમિત શાહે રજૂ કર્યું SPG બીલ, કોંગ્રેસ થઈ લાલચોળ
Array

ગૃહમંત્રી અમિત શાહે રજૂ કર્યું SPG બીલ, કોંગ્રેસ થઈ લાલચોળ

નવી દિલ્હી, તા. 27 નવેમ્બર 2019, બુધવાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં SPG સંશોધન બીલ રજૂ કર્યું છે. ગૃહમંત્રીએ તેની જોગવાઈઓ જણાવતા કહ્યું કે, સંશોધન વિધેયક પ્રમાણે SPG સુરક્ષા વડાપ્રધાન અને તેના પરિવારજનોને જ આપવામાં આવશે. તે સિવાય તેમના તે પરિવારજનોને પણ તે સુરક્ષા આપવામાં આવશે જેઓ સત્તાવારરીતે વડાપ્રધાન સાથે તેમના નિવાસસ્થાને રહે છે. આ સિવાય પૂર્વ વડાપ્રધાનને પદ છોડ્યાં બાદ 5 વર્ષ સુધી SPG સુરક્ષા આપવામાં આવશે. વિધેયક પર ચર્ચા કરતા કોંગ્રેસે તેના પર સવાલો ઊઠાવ્યા છે.

 

કોંગ્રેસનો પક્ષ રાખતા પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીએ કહ્યું કેસ નક્કી પ્રક્રિયાના આધાર પર ખતરાનું આકલન કરવામાં આવે છે અને તે મુજબ દરેક લોકોને સુરક્ષા આપવામાં આવે છે. આ બિલમાં માત્ર પૂર્વ વડાપ્રધાનને માત્ર પાંચ વર્ષ સુધી SPG સુરક્ષા આપવાની વાત છે. આખરે કંઈ રીતે ખબર પડે છે કે, જે વ્યક્તિને હજુ સુધી ખતરો હવે નથી. તેમણે મહાત્મા ગાંધી, અબ્રાહમ લિંકન, બેઅંત સિંહ, ઈન્દિરા ગાંદીની હત્યાનું ઉદાહરણ આપ્યું.

મનીષ તિવારીએ કહ્યું કે, આખરે શા માટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને લઈન ખતરામાં આવી કમી આવી ગઈ છે કે સુરક્ષા પરત ખેંચી લેવામાં આવી. આ જે ખતરાની સમીક્ષા પ્રક્રિયા છે તે ખૂબ સબ્જેક્ટિવ પ્રક્રિયા છે. ગૃહમાં એવા ઘણા સભ્યો છે જેમને સરકારે સુરક્ષા આપી છે.

તેમણે પોતાનું ઉદાહરણ આપતા કહ્યું કે, 1984માં આતંકીઓએ જ્યારે મારા પિતાની હત્યા કરી તો અમને સુરક્ષા આપવામાં આવી, 1990માં સરકાર બદલી અને રાતો રાત સુરક્ષા ગાયબ થઈ ગઈ. ફરી 1991માં સરકાર બદલી તો સુરક્ષા ફરી આવી ગઈ. આવા ઘણા સભ્યો હશે, જેનો આવો જ અનુભવ રહ્યો હશે, ખતરાની સમીક્ષા સંપૂર્ણપણે રાજકિયા છે.

તેમણે કહ્યું કે, જ્યારે વડાપ્રધાન કોઈ સંવેદનશીલ નિર્ણય લેતા હોય તો તેમની સુરક્ષા મજબૂત હોવી જોઈએ કે કોઈ વ્યક્તિ તેમને કોઈ પ્રકારની હાનિ પહોંચાડી શકે નહી, તેવામાં શું તે પદ પરથી હટી જા તો શું તેમના પડકાર ખતમ થઈ જાય છે. તેથી જે લોકો કોઈને મારવા માંગે છે, તેઓ તે સમયની રાહ જુએ છે, જ્યારે સુરક્ષા મજબૂત ના હોય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments