પેટ પરના સ્ટ્રેચ માર્કના નિશાન દૂર કરવા અજમાવો ઘરગથ્થુ ઉપાય

0
16

કેટલીક મહિલાઓને પ્રેગનન્સી બાદ સ્ટ્રેટ માર્ક થઇ જતા હોય છે. જે બાદ મહિલઓ તેમના મનગમતા કપડા પહેરી શકતી નથી. તેમજ મહિલાઓને તેને કારણે શરમ અનુભવવી પડે છે. આ સ્ટ્રેચ માર્કને દૂર કરવા માટે સ્ત્રીઓ અવનવા ઉપાયો કરતી રહે છે. બજારમાં મળતી કેટલીક ક્રીમો તેમજ પ્રોડક્ટનો ઉપયોગ કરતી રહે છે. છતાંય પણ કોઇ ફરક જોવા મળતો નથી. તો આજે અમે તમારા માટે કેટલાક એવા ઘરેલું ઉપચાર લઇને આવ્યા છીએ જેની મદદથી તમે સ્ટ્રેચ માર્ક્સના નિશાન દૂર કરી શકો છો.

– સ્ટ્રેચ માર્ક પર એલોવેરા જેલ લગાવવાથી ધીમે ધીમે માર્ક્સ ઓછા થતા જાય છે. તથા ઇંડાંનો સફેદ ભાગ સ્ટ્રેચ માર્કસ પર લગાવવો જોઇએ. તે સુકાઇ જાય એટલે તેને ધોઇ લો. તેમાં એમિનો એસિડ અને પ્રોટીન હોય છે. જે સ્ટ્રેચ માર્કસ જલદી દૂર કરશે.

– ખાંડમાં બદામના તેલ અને લીંબુનો રસ મિક્સ કરી લગાવવાથી સ્ટ્રેચ માર્કસ પર લગાવવાથી માર્કસ દૂર થશે, આ પેસ્ટને ઓછામાં ઓછા એક મહિના સુધી તમારી ત્વચા પર લગાવતા રહો.

– બટેટાના રસથી પણ સ્ટ્રેચ માર્કસ દૂર થઈ શકે છે. એક કાચા બટેટાનો રસ કાઢી ત્વચા પર લગાવવો. આ રસ સૂકાઈ જાય પછી તેને પાણીથી સાફ કરી લો. આ ઉપાય નિયમિત રીતે દિવસમાં બે વખત કરવો.

– ઈંડાનો ઉપયોગ વાળ પર તો કરવામાં આવે જ છે. પરંતુ તેની સાથે ઈંડા ત્વચા માટે પણ આશીર્વાદ સમાન છે. સ્ટ્રેચ માર્કસને દૂર કરવા માટે 2 ઈંડાનો સફેદ ભાગ અલગ કરી કાઢવો અને તેને એ ત્વચા પર લગાવવું જ્યાં વધારે પ્રમાણમાં નિશાન દેખાતા હોય. આ મિશ્રણ સુકાઈ જાય પછી તેને પાણીથી સાફ કરી અને મોઈશ્ચુરાઈઝર લગાવી દેવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here